રાજકોટ
News of Friday, 9th February 2018

બજેટના કદમાં ૪૧ કરોડનો વધારોઃ જમીન : વેચાણમાંથી ૫૯ કરોડની નવી આવક ઉમેરાઇ

FSI વેચીને ૬૩ કરોડની આવક થશેઃ પાણી વેરા વધારો ફગાવવામાં આવતા ૩૦ કરોડનું ગાબડુ પુરવા હોર્ડીંગ્સ, ટેક્ષના ટાર્ગેટ વધારી દેવાયા

સૌનો સાથ સૌનો વિકાસ : સ્ટેન્ડીંગ કમિટિએ મંજુર કરેલ મ્યુ. કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટની વિગતો પત્રકાર પરિષદમાં રજુ કરાઇ તે વખતની તસ્વીરમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર ડો. દર્શીતાબેન પંડયા, શાસક નેતા અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, સ્ટેન્ડીંગ કમિટિના સિનીયર સભ્ય અને ભાજપના અગ્રીમ હરોળના નેતા નીતિન ભારદ્વાજ, દંડક રાજુભાઇ અઘેરા તથા સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય અશ્વિન મોલીયા, અનિલ રાઠોડ, બીનાબેન આચાર્ય, જ્યોત્સનાબેન ટીલાળા, મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯ : સ્ટેન્ડીંગ કમિટિએ આજે વર્ષ ૨૦૧૮-૧૯નું કુલ રૂ. ૧૭૬૩ કરોડનું બજેટ મંજૂર કર્યું છે. જેમાં કમિશ્નરે સુચવેલા બજેટ કરતા ૪૧ કરોડ વધુ છે.  એટલું જ નહી પાણી વેરાનો બમણો વધારો સ્ટેન્ડીંગ કમિટિએ ફગાવી દેતા કમિશ્નરે સુચવેલી આવકમાં ૩૦ કરોડનું ગાબડુ પડયું છે. એટલું જ નહી સ્ટેન્ડીંગ કમિટિએ કરોડોની નવી યોજનાઓ ઉમેરી છે.

આ તમામ બાબતોના આવક અને ખર્ચના અંદાજો સરભર કરવા સ્ટેન્ડીંગ કમિટિએ વાહન વેરાનો ૮ કરોડનો કરબોજો પ્રજા માથે યથાવત રાખ્યો છે. જ્યારે મ્યુ. કમિશ્નરે જમીન વેચીને આવક નહી કરવાનો જે નિર્ણય કર્યો હતો તે સ્ટેન્ડીંગ કમિટિએ અમાન્ય રાખીને જમીન વેચાણની નવી ૫૯ કરોડની આવક ઉમેરી છે. તેવી જ રીતે બિલ્ડીંગની એફ.એસ.આઇ. વેચાણ ૫૫ કરોડની આવક કમિશ્નરે સુચવેલ તે વધારીને ૬૩ કરોડની આવકનો અંદાજ લગાવાયો છે.

તેમજ મીલ્કત વેરામાં ટાર્ગેટ વધારીને ૨૭૭ કરોડનો કરાયો છે.(૨૧.૨૩)

(4:57 pm IST)