રાજકોટ
News of Friday, 9th February 2018

પુષ્કર, સૌને ખુશ કર

અંદાજ (પત્ર) અપનાઃ રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલે નવા નાણાકીય વર્ષના બજેટને વિધિવત મંજુરી આપતા પૂર્વે ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીને બતાવેલ. મિરાણી પણ સ્ટેન્ડિંગના સભ્ય છે. કમિશનરે મિરાણી જેવો 'ભરાવદાર' વેરા વધારો સૂચવેલ તેને ચેરમેને પોતાનો જેવો 'પાતળિયો' કરીને મંજુર કર્યો છે. બજેટ એટલે ભેગા મળીને બનાવવાનો અવસર! બજેટને આખરી ઓપ આપતી વખતે એને વખાણવાના શ્રીગણેશ મિરાણીએ પોતે જ કરી દીધા હતા. અંગ્રેજીમાં કોઇએ સરસ વાત કહી છે. Experience makes one modified, Training makes one qualified but involvement alone makes everything satisfied. તેનો ભાવાર્થ એવો થાય છે કે અનુભવ વ્યકિતને સુધારો કરાવે છે. તાલીમથી લાયકાત થાય છે પણ સહભાગીતાથી (સંયુકત કામ કરવું) વ્યકિતને સંતોષ મળે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૭.૧૭)

(4:56 pm IST)