રાજકોટ
News of Friday, 9th February 2018

બીજાને જે શ્રેષ્ઠ ગણે છે તે સર્વશ્રેષ્ઠ બને છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની આવતી કાલે ૨૭ મી દીક્ષા જયંતિ

 રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ની જેઓને અનન્ય કૃપા પ્રાપ્ત થયેલી છે તેવા પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.ની આવતી કાલે તા.૧૦ ના રોજ ૨૭ મી દીક્ષા જયંતિ છે.

પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે અનેક આત્માઓને સંયમ માર્ગની પ્રેરણા કરી યુગ દીવાકરનું બિરુદ ખરા અર્થમાં ચરિતાર્થ કયુંર્ છે, અને હા..હજુ તો આ તેઓની શરૂઆત છે.તેઓ  Silent but speaking revolution  એટલે કે શાંત પણ બોલકી ક્રાંતિ સર્જે છે. પૂ.ગુરુદેવની કલ્પના શકિત પણ અદભૂત છે. તેઓ બહુ દુરનું વિચારી અને તેના પરીણામો જોઈ અને મેળવી શકે છે, એટલે જ સૌ પૂ.નમ્ર મુનિજીને દુરંદેશી કહે છે.

પૂ.ગુરુદેવ યુવા હૃદયનાં સમ્રાટ છે.બાળકોના લાડીલા છે તેથી જ તો હજારો બાળકો દેશ - વિદેશમાં લુક એન લર્નમાં જૈન ધર્મનું પાયાનું જ્ઞાન મેળવી રહ્યાં છે.પૂ.ગુરુદેવની પ્રેરણાથી અર્હમ ગ્રુપના હજારો યુવાનો નકકર પરિણામો સાથે સેવા ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે.પૂ.નમ્ર મુનિ મ.સા.નું જ્ઞાન અજોડ છે.ભૂગોળ હોય કે ખગોળ,શિલ્પ શાસ્ત્રની વાત હોય કે અર્થ શાસ્ત્રની, રોગ વિશે પૂછો કે યોગ વિશે, સાહિત્યની વાત હોય કે સમાજની બાબત દરેક વિષયો ઉપર આગમ આધારિત જિજ્ઞાસુઓને સંતોષકારક પ્રત્યતર આપે છે. તેઓએ પ્રુવ કરી બતાવ્યું છે કે સફળતા માટે સૂઝબૂઝ, સંકલ્પ સાથે સંકલન પણ યોગ્ય જોઈએ. તેઓ કહે છે આપણે પ્રસન્ન હોઈએ તો આપોઆપ આસપાસ પ્રસન્નતા ફેલાયા વગર રહે નહીં. તેઓ વારંવાર કહે છે કે કવોલીટી વર્ક કરવાથી સરવાળે ગુણાકાર થાય છે. કોઈ પણ નવો વિચાર હોય, નવું સાહસ હોય તો સફળતા અને કાર્ય સંપન્નતા મેળવવા થોડા મુશ્કેલ જરુર હોય છે પણ અશકય તો નથી જ જે પૂ.ગુરુદેવે અનેકવાર સાબિત કરી બતાવ્યું છે.પરમધામ દીક્ષા સ્થળ પસંદ કરતી વખતે અનેક સૂચનો આવતા કે ગુરુદેવ આ જંગલમાં આટલું વિરાટ કાર્ય કેમ થશે ?  પૂ.ગુરુદેવે તા.૪ના સફળતા પૂર્વક ઐતિહાસિક સંયમ મહોત્સવ કરી જંગલમાં ખરેખર મહા મંગલ કાર્ય કરી બતાવ્યું.તેઓને રોયલ પાર્ક સમુહ ચાતુર્માસમાં તપ સમ્રાટની અનન્ય કૃપા મળી અને ફળી. શ્રી ઉવસગહરં સ્તોત્રને તેઓએ આત્મસાત્ કરેલ છે.તેઓના શ્રી મુખેથી આ સ્તોત્રના દિવ્ય જાપ સાંભળવા તે એક જીવનનો લ્હાવો છે.

પૂ.નમ્ર મુનિ મ.સા.માં કંઈક નવું અને પોઝીટીવ કરવાની  આભા ખરેખર નોખી - અનોખી છે.તેઓ કહે છે બીજાને જે શ્રેષ્ઠ ગણે છે તે સર્વશ્રેષ્ઠ બને છે. દીક્ષા જયંતિના પાવન અવસરે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.ને વંદન સહ અભિનંદન.

સંકલન : પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી

પૂ.ગુરૂદેવના મુખમાથી વારંવાર નીકળતા ઉદ્દગારો..

ઝંખૂલુ કદી ઝડતુ નથી,જડે છે તે ઝંખેલુ હોતું નથી.

આપણે કોઈને નડીએ નહીં તો આપણને કોઈ નડે નહીં.

મને જે મળે,જયારે મળે,જેવું મળે જયાં મળે તે મારા કર્મ પ્રમાણે જ મળે છે.

ઈસ કાન સે ઉસ કાન..ચહેરે પે સદા મુસકાન.

તમે તમારામાં શ્રદ્ઘા રાખશો તો સફળતાને આમંત્રણ પત્રિકા મોકલવી નહીં પડે.

પૂ.ગુરુદેવની શુભ પ્રેરણાથી નિર્માણ પામેલ ધાર્મિક સંકુલો....

ઉવસગહરં સાધના ભવન -રાજકોટ,

પારસધામ,ઘાટકોપર મુંબઈ,

પાવનધામ,કાંદિવલી મુંબઈ,

પારસધામ,કોલકતા,

પરમધામ - પડઘા મહારાષ્ટ્ર,

પારસધામ - વડોદરા,

પારસધામ - જામનગર,

પારસધામ - અમદાવાદ

 પુ.ગુરૂદેવે વિવિધ ક્ષેત્રમાં કરેલા ચાતુર્માસની યાદિ..

૧૯૯૧ ભકિતનગર,રાજકોટ,

૧૯૯૨ જામનગર

૧૯૯૩ નવરંગપુરા,અમદાવાદ,

૧૯૯૪ મહાવીરનગર,રાજકોટ,

૧૯૯૫ જૈનચાલ રાજકોટ,

૧૯૯૬ મનહર પ્લોટ રાજકોટ,

૧૯૯૭ રોયલ પાર્ક સમુહ ચાતુર્માસ રાજકોટ,

૧૯૯૮ ગોંડલ રોડ વેસ્ટ રાજકોટ,

૧૯૯૯ જુનાગઢ,

૨૦૦૦ ગોંડલ,

૨૦૦૧ અલકાપુરી વડોદરા,

૨૦૦૨ મહાવીરનગર રાજકોટ,

૨૦૦૩ હિંગવાલા ઘાટકોપર મુંબઈ,

૨૦૦૪ અલકાપુરી વડોદરા,

૨૦૦૫ મુલુન્ડ મુંબઇ,

૨૦૦૬ બોરીવલી મુંબઈ,

૨૦૦૭ પારસધામઘાટકોપર મુંબઈ,

૨૦૦૮ અંધેરી મુંબઈ,

૨૦૦૯ કોલકતા,

૨૦૧૦ પાવનધામ કાંદિવલી મુંબઈ,

૨૦૧૧ ચીંચણ,

૨૦૧૨ ચેન્નાઈ,

૨૦૧૩ પારસધામ ઘાટકોપર મુંબઈ,

૨૦૧૪ દેવલાલી,

૨૦૧૫ કાઠીયાવાડ સમાજ અમદાવાદ,

૨૦૧૬ પરમધામ પડઘા મહારાષ્ટ્ર,

૨૦૧૭ પાવનધામ કાંદિવલી મુંબઈ

સંકલન : મનોજ ડેલીવાળા,

રાજકોટ મો.૯૮૨૪૧ ૧૪૪૩૯.

આ જગમાં મારા આત્મા સિવાય મારૂ કોઈ અને કશું જ નહીં.

(4:56 pm IST)