રાજકોટ
News of Friday, 9th February 2018

હેલ્પીંગ હેન્ડસ ફાઉન્ડેશન દ્વારા રવિવારે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ

અંજલીબેન- ધનસુખભાઇ-નિતિનભાઇ હાજરી આપશે

  રાજકોટઃ તા.૯, હેલ્પીંગ હેન્ડસ ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલીકાના સહયોગ દ્વારા વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન તા.૧૧ના રવિવારે સવારે ૯ થી ૧૨:૩૦  સુધી ડો. આંબેડકર હોલ, ગૌતમનગર મોદી સ્કુલની પાછળ- રાજકોટ ખાતે  કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબો સેવા આપનાર છે.

 આ કેમ્પના ઉદ્ઘાટક પ્રસંગે શ્રીમતિ અંજલીબેન વિજયભાઇ રૂપાણી (પ્રભારી મહિલા મોરચો) અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય, તેમજ ગુજરાત રાજય મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  શ્રી પુષ્કરભાઇ પટેલ, ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ શ્રી મનીષભાઇ રાડીયા, ડેપ્યુટી મેયર શ્રી ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી લાખાભાઇ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય શ્રી મતિ ભાનુબેન બાબરીયા, દંડકશ્રી રાજુભાઇ અઘેરા તેમજ મુખ્ય મહેમાનો બાન લેબવાળા મૌલેશભાઇ ઉકાણી, શ્રી મતિ વંદનાબેન ભારદ્વાજ (સ્નેહ ફાઉન્ડેશન), શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા (સરગમ કલબ) શ્રી નિતિનભાઇ ભૂત (વોર્ડ નં-૮ પ્રભારી ભાજપ) શ્રી વી. એમ. પટેલ (વોર્ડનં-૮ પ્રમુખ ભાજપ)  ઉપસ્થિત રહેશે.

 આ સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રીમતિ નીનાબેન વજીર (મો.૯૮૭૯૮ ૭૮૫૫૮)  કિશન ટીલવા (મંત્રી યુવા ભાજપ રાજકોટ શહેર), જસ્મીન મકવાણા (યુવા ભાજપ પ્રમુખ વોર્ડ-૮),  અમિત રાજયગુરુ (યુવા ભાજપ  શહેર કારોબારી સભ્ય વોર્ડ નં-૮), ડો. પીનાબેન કોટક (વી.કેન.પ્રી.સ્કુલ) , આરતીબેન શાહ (મહિલા મોરચો વોર્ડ નં-૯) ,  સાધનાબેન ઝવેરી, જયોતિબેન મલકાણ (સરગમ કલબ કમિટી), જીતીથાબેન મહેતા, રઘુભાઇ સોંલકી અને વિજયાબેન સોંલકી પ્રવિણાબેન દોંગા, રીટાબેન પટેલ, નયનાબેન પટેલ (મહિલા મોરચો વોર્ડનં-૮) જહેમત  ઉઠાવી રહયા છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)