રાજકોટ
News of Friday, 9th December 2022

વિશ્વ માનવ અધિકાર દિવસ : પોતાના અધિકારો પ્રત્‍યે જાગૃત બનો

કાલે : ૧૦ ડિસેમ્‍બર

સમગ્ર વિશ્વમાં ૧૦મી ડિસેમ્‍બરે ‘વિશ્વ માનવ અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્‍મની સાથે જે અધિકારી સાથે જન્‍મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઈપણ જાતની અડચણ વગર મુકત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય.

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોનાં ખ્‍યાલનો વિકાસ અને ઉદ્‌ભવ ૧૩મી સદીમાં ઈંગ્‍લેન્‍ડમાં બનાવાયેલ લેખીત દસ્‍તાવેજ ‘મેગ્નાકાર્ટા'ને ગણી શકાય. દસ્‍તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્‍ત થાય છ.ે તેવા અધિકારો ઈંગ્‍લેન્‍ડની પ્રજાને આપવામાં આવેલ હતા.

ઈ.સ.૧૯૪૫માં સમગ્ર વૈશ્વિક સ્‍તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌ પ્રથમ વખત ‘માનવ અધિકાર' શબ્‍દોનો પ્રયોગ કરવામાં આવેલો હતો. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોનાં રક્ષણ અર્થે યુનો દ્વારા સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટસ નામનો દસ્‍તાવેજ બનાવવામાં આવેલો હતો. આ ઘોષણાપત્રમાં જણાવ્‍યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્‍મથી સમાન છે અને તમામને કોઈપણ જાત કાળા- ગોરા (રંગ), વર્ણ, જાતી (ષાી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્‍ય વિચારો, રાષ્‍ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્‍મ કે અન્‍ય કોઈ હોદ્દાનાં તફાવતો વિના તમામ અધિકારો અને સ્‍વાતંત્રતાઓ પ્રાપ્‍ત થાય છે.

સંયુકત રાષ્‍ટ્રસંઘની મહાસભાએ (યુએન) તા.૧૦ ડિસેમ્‍બર ૧૯૪૮નાં રોજ એક ઘોષણાપત્રમાં માનવ અધિકારો જાહેર કર્યા અને તેને સંયુકત રાષ્‍ટ્રની સામાન્‍ય સભામાં બહાલી આપવામાં આવી. તેથી સને ૧૯૪૮થી દરવર્ષે ૧૦મી ડિસેમ્‍બરને ‘માનવ હક દિન' તરીકે ઉજવવામાં આવે છે.

મનુષ્‍યનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવા માટે તેની ન્‍યૂનતમ અને પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્‍ય તેને ગૌરવપૂર્વક અને સન્‍માનજનક સ્‍થિતિમાં પ્રાપ્‍ત થઈ શકે છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારોએ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે. મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

(4:29 pm IST)