News of Thursday, 9th December 2021
૧૮ વર્ષની કોલેજીયન છાત્રા ધારંગી દેવાણીનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ
નાના મવા રોડ સેલ્ટર એપાર્ટમેન્ટમાં બનાવ
રાજકોટ તા. ૯: નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગરથી આગળ રોયલ સેલ્ટર એપાર્ટમેન્ટમાં રહેતી ધારંગી પરેશભાઇ દેવાણી (પટેલ) (ઉ.વ.૧૮) નામની કોલેજીયન છાત્રા વહેલી સવારે ઘરે બાથરૂમમાંએકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને હરપાલભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ધારંગી એક ભાઇથી મોટી હતી. તેના પિતા પરેશભાઇ બાલુભાઇ દેવાણી કન્સ્ટ્રકશનનું કામ કરે છે. ધારંગી આર. કે. કોલેજમાં અભ્યાસ કરતી હતી. છ વર્ષ પહેલા તેના પર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી હતી. આજે સવારે અચાનક બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
(12:01 pm IST)