રાજકોટ
News of Tuesday, 9th August 2022

પુજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કિડઝ દ્વારા મલ્ટી ટેલેન્ટ શો

રાજકોટ ઃ પુજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કિડઝના સંયુકત ઉપક્રમે તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે 'મલ્ટી ટેલેન્ટ શો' નું આયોજન કરાયુ હતુ. ૨૫૦ થી વધુ બાળકોએ ભાગ લઇ ટેલેન્ટ પ્રદર્શિત કરી હતી. ફેશન શો અને ફેન્સી ડ્રેસમાં નાના ભુલકાઓએ કાનુડો, ટ્રી, વોટર, બુક, હેલ્ફુ ફુડ, કરાટે ગર્લ, પોલીસ, બેટી બચાવો, મંગલ પાંડે, પાયલોટ, બેટી પઢાઓ, એર હોસ્ટેસ, પેટ્રોલ પંપ, લક્ષ્મી, કરપ્શન વગેરે થીમસ પર વેશભુષા રજુ કરી હતી. ડાન્સમાં આલુ કા ચાલુ, રાધે રાધે, બમ બમ ભોલે ગીતો ઉપર બાળકો ઝુમી ઉઠયા હતા. જીમ્નાસ્ટીક યોગા અને હુલ્લાહુપની આઇટેમોમાં બાળકોએ ઇન્ટરનેશનલ લેવલનું પરફોર્મ આપ્યુ હતુ. દુલ્હન સ્પર્ધામાં ૬૦ થી વધુ દીકરીઓએ ભાગ લીધો હતો. ફેશન વોકમાં પરીઓ સ્વર્ગમાંથી ઉતરી હોય તેવી અનુભુતિ કરાવવામાં આવી હતી. વાલઅીઓએ પણ ગ્રુપ ડાન્સની મજા લીધી હતી. નિર્ણાયક તરીકે ઉમા મેડમ, હિનાબેન, નિરજ સર, મુકતાબેન પટેલ, સોનલ શાહએ સેવા આપી હતી. આ પ્રસંગે ડો. વિજયભાઇ દેસાણી, માવજીભાઇ ડોડીયા, ડો. દર્શીતાબેન શાહ, બ્રહ્માકુમારીઝના કિંજલદીદી, અવનીદીદી, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, વિજયસિંહ ગોહિલ, ડો. પ્રકાશભાઇ ડોબરીયા, અશોકભાઇ ગાંધી, રાજેશભાઇ ગાંધી, ડો. વિમલ હેરમા, સુરેશભાઇ પરમાર, સંજયભાઇ ગોહિલ, ઉષાબા રાજપૂત, પ્રિતેશ રાજપૂત, પરાક્રમસિંહ ગોહીલ, ઉર્વીષ હરસોરા, સુર્યા ગોહિલ, ડો. સીમાબેન પટેલ, રમાબેન હેરભા, અલ્કાબેન કામદાર વગેરે ઉપસ્થિત રહેલ. આ તકે નેશનલ લેવલે રોલર સ્કેટીંગમાં મેડલ મેળવનાર સીમરન, આસ્થા, રાહી, ધ્યાની, દીતીશ્રી, તીર્થા, હની, વીધી, નિહાલ, કુંજ, પ્રેમ, ખ્વાબનું ડો. વિજયભાઇ દેસાણીના હસ્તે સન્માન કરાયુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા કમીટી મેમ્બરો જવાહરભાઇ ચાવડા, મૌલેશભાઇ ઉકાણી, ડો. પુજા રાઠોડ, સુરેશભાઇ ત્રિવેદી, દીપુ દીદી તથા સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)