રાજકોટ
News of Monday, 9th August 2021

ધો. ૧ર પાસ અથવા સ્નાતક તથા પી.એચ.ડી.થયેલા ઉમેદવારો માટે સ્કોલરશીપ હાજર

IIT ગાંધીનગર, ડીપાર્ટમેન્ટ ઓફ મેથમેટીકસ તથા IISER મોહાલી, ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ દ્વારા પોસ્ટ ડોકટરલ ફેલોશીપ : એન્જીનીયરીંગ, એમ. બી. એ. કે પછી એમ. એ. (ઇકોનોમિકસ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ

રાજકોટ તા. ૯ :.. શિક્ષણ અને સંશોધનનું મહત્વ દિવસે - દિવસે ખૂબ જ વધતું જાય છે. શિક્ષણ અને સંશોધન થકી સમાજમાં માન - પ્રતિષ્ઠા-સેવા કરવાનો મોકો પ્રાપ્ત થાય છે. જ્ઞાન-માહિતી અને ટેકોલોીના આજના યુગમાં યુવાધન પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા તથા સમાજોપયોગી સંશોધન કરવા આતુર હોય છે. હાલમાં શિક્ષણ મેળવવા તથા સંશોધન કરવા માટે ઉપલબ્ધ, સ્કોલરશપ ઉપર એક નજર કરીએ તો...

*  IIT  ગાંધીનગર, ડીપાર્ટમેન્ટ ઓફ મેથમેટીકસ (DM) ઇન્સ્ટીટયુટ પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત પી.એચ.ડી. ડીગ્રી ધારકોને ફેલોશીપ આપવામાં આવે છે. આ ફેલોશીપ ઇન્ટીગ્રલ જીયોમેટ્રીક અને પાર્શીયલ ડીફરેન્સીયલ ઇન્વેન્શન્સ સાથે સંબંધિત ઇનવર્સ સમસ્યા ઓના ક્ષેત્રમાં પોસ્ટ ડોકટરલ પદ માટે આપવામાં આવે છે. માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ-૮-ર૦ર૧ છે. પસંદ થનાર  ઉમેદવારોને ૬૦ હજાર રૂપિયા સુધી તથા દર મહિને એચ. આર. એ. પેટે ૧૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો પાસે સંબંધિત વિષયોમાં જેમ કે ઇનવર્સ પ્રોબ્લેમ્સ, પાર્શીયલ ડીફરેન્સીયલ ઇકેશન્સ (PDE), એનાલીસીસ અથવા એપ્લાઇડ મેથમેટીકસમાં પી.એચ.ડી. ની ડીગ્રી હોય (પી.એચ.ડી. થીસીસ પૂરો હોવો જોઇએ અથવા જમા થઇ ગયેલો હોવો જોઇએ) તેઓ અરજીપાત્ર છે. વિશ્લેષણનો પૂરતો અનુભવ તથા કમ્પ્યુટેશનલ મેથમેટીકસની જાણકારી ઉપરાંત PDE માં  બેઝીક ટૂલ્સ જરૂરી છે. રીસર્ચ ઉપરાંત ઉમેદવારો પાસે એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ શિક્ષણ સંસ્થાઓની અન્ય શૈક્ષણીક પ્રવૃતિઓમાં પણ પોતાનું યોગદાન આપે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/mpf5

*   IISER   મોહાલી પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત રેશમ આધારીત સામગ્રી તથા એટો સેકન્ડ ભૌતિકી (ફીઝીકસ) ના અલ્ટ્રાફાસ્ટ નૈતો પ્રોસેસીંગના ક્ષેત્રે ચાલી રહેલ એક રીચર્સ ઇનીશ્યેટીવ છે. આ ફેલોશીપ પી.એચ.ડી. ધારકો માટે છે. માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪-૮-ર૦ર૧ છે. પસંદ થનાર ઉમેદવારોને ભારત સરકારના (SERB/MHRD) નિયમ મુજબ ફેલોશીપ મળવાપાત્ર થશે.

૩પ વર્ષથી ઓછી ઉમર ધરાવતા જે ઉમેદવારોએ અલ્ટ્રાફાસ્ટ લેસર (લેજર), ઓષ્ટીકસ, એટોમિક તથા મોલેકયુલર ફીઝીકસ સાથે સંબંધિત ફીઝીકસમાં પી. એચ. ડી. કરેલ છે અથવા તો પોતાનો પી.એચ.ડી. થીસીસ જમા કરાવી દીધો છે. તેઓ અરજીપાત્ર છે. ફીમટો સેકન્ડ લેસર સિસ્ટિમ, ઓટોસેકન્ડ ફીઝીકટ, હાઇ એન્ડ ઇન્સ્ટ્રમેન્ટસનું નિર્માણ અથવા કસ્ટમાઇઝેશન અને ફેમટોસેકન્ડ પ્રોસેસિંગ માટે બાયોમટીરીયલ્સના વેટ-લેબ સિન્થેસીસ સાથે કામ કરતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/rmp6

* ક્રેડીટ સુઇસ સ્કોલરશીપ પ્રોગ્રામ ર૦ર૧-રર અંતર્ગત બડી ૪ સ્ટડી નામાંકીત સંસ્થાઓમાં એન્જીનીયરીંગ, એમ. બી. એ., એમ. એ., (ઇકોનોમિકસ) કોર્ષમાં ભણતા - એનરોલ્ડ થયેલા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવે છે. સ્કોલરશીપની વિગતો આપેલ સૂચિ મુજબ છે. (https://www.buddy4 study.com/page/credit -suisse-scholarship.)

આ સ્કોલરશીપનો હેતુ શૈક્ષણીક યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને ફી સંદર્ભે આર્થિક સહયોગ આપવાનો છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ-૮-ર૦ર૧ છે. પસંદ થનાર ઉમેદવારોને એમ. બી. એ., એમ. એ. (ઇકોનોમિકસ) માટે કુલ શૈક્ષણીક ફીના ૮૦ ટકા સુધી અથવા વધુમાં વધુ ર લાખ રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. એન્જીનીયરીંગ માટે કુલ શૈક્ષણીક ફીના ૮૦ ટકા સુધી અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધી મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની પાત્રતા

ઉમેદવારો ભારતની નામાંકીત સંસ્થાઓમાંથી કોઇ એક સંસ્થામાં એન્જીનીયરીંગ, એમ. બી., એ. પ્રોગ્રામ, એમ. એ. (ઇકોનોમિસ)માં અભ્યાસ કરતા હોવા જોઇએ. ઉમેદવારોએ ૬૦ કે તેથી વધુ ટકા સાથે ધોરણ ૧ર અથવા ગ્રેજયુએશન પાસ કરેલ હોવું જરૂરી છે. ઉપરાંત તેઓના પરિવારની કુલ વાર્ષિક આવક પ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. (આવકના જરૂરી દસ્તાવેજોની સમીક્ષા કરવામાં આવશે.)

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/cse1

ઉચ્ચ શિક્ષણ સાથે ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે હાલમાં જીવનોપયોગી સ્કોલરશીપ - ફેલોશીપ મળી રહી છે. ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:09 pm IST)