ભાજપ દ્વારા તમામ વોર્ડમાં કારોબારી બેઠક
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં વોર્ડ કારોબારી બેઠક યોજવામાં આવેલ. જેમા વોર્ડ-૧માં લલીતભાઇ વાડોલીયાના ઘેર, વોર્ડ-૨માં મેયર બંગલા ખાતે, વોર્ડ-૩માં ગુરૂનાનક હોલ ખાતે, વોર્ડ-૪માં રેડરોઝ વોટર, બેડી ચોકડી ખાતે, વોર્ડ-૫માં શકિત સોસાયટી, શીવમ ડેરી સામે, પેડકરોડ ખાતે, વોર્ડ-૬માં સાંદીપની સ્કુલ, પેડકરોડ ખાતે, વોર્ડ-૭માં કિશોરસિંહજી સ્કુલ, કોઠારીયા નાકા પાસે, વોર્ડ-૮માં ભાજપ કાર્યાલય, વિદ્યાકુંજ સોસાયટી ખાતે, વોર્ડ-૯માં અક્ષર સ્કુલ, રવીરત્ન પાર્ક ખાતે, વોર્ડ-૧૦મા શ્યામપાર્ક કોમન પ્લોટ ખાતે, વોર્ડ-૧૧માં રાજ રાજેશ્વર મંદિર, રાજદીપ સોસાયટી ખાતે, વોર્ડ-૧૨માં મેયર બંગલા ખાતે, વોર્ડ-૧૩માં સોમનાથ હોલ, સ્વામીનારાયણચોક ખાતે, વોર્ડ-૧૪માં નવયુગ સ્કુલ, હાથીખાના ખાતે, વોર્ડ-૧૫માં વરજાંગભાઇ હુંબલની ઓફીસ, સત્યમ પાર્ક ખાતે, વોર્ડ-૧૬માં કર્મજયોત વિદ્યાલય, દિપ્તીનગર ખાતે, વોર્ડ-૧૭માં વિનોદભાઇ શેઠ હોલ ખાતે, વોર્ડ-૧૮માં દેવાયતભાઇ ડાંગરની ઓફીસ ખાતે યોજવામાં આવેલ. જેમા શહેર ભાજપના વિવિધ અગ્રણીઓએ આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન પુરુ પાડેલ. વિવિધ વોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, તેમજ કશ્યપ શુકલ, રાજુભાઇ બોરીચા સહિતના અગ્રણીઓએ ધન્યવાદ પ્રસ્તાવ, પાર્ટીના આગામી કાર્યક્રમો અંતર્ગત ઉદબોધન કર્યુ હતું. આ કારોબારી બેઠકમાં તમામ વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.