News of Thursday, 9th February 2023
ઇવનિંગ પોસ્ટના સિનિયર સભ્યો માટે શનિ-રવિ સંગીત સંધ્યા કાર્યક્રમ
રાજકોટઃ સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં તા.૧૧ શનિવારે સાંજે ૫.૩૦ કલાકે ‘સેવન સ્ટારગ્રુપ' દ્વારા તેમજ તા.૧૨ રવિવારે સાંજે ૫.૩૦ કલાકે ‘સુર સપ્તક મ્યુઝીકલ ગ્રુપ' દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જુના હિન્દી ફિલ્મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કરાઓકે ઉપર રજુ કરવામાં આવશે. આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટના ઇન્ચાર્જ મનસુખભાઇ મકવાણા, અહેશાન કુરેશી અને સંજયભાઇ પંડયા જહેમત ઉઠાવી રહયા છે.
(3:06 pm IST)