News of Saturday, 9th January 2021
ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ટ્રાફીક શાખાના પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ઝાલાનું સન્માન
રાજકોટઃ ગત ડિસેમ્બર મહિનામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ટ્રાફીક શાખાના પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ ઝાલાને 'કોપ ઓફ ધ મન્થ'નું પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ અને ડી.સી.પી. શ્રી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. ઇન્દ્રજીતસિંહને મો.૮૮૬૬૮ ૦૦૩૦૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:51 pm IST)