News of Monday, 8th August 2022
આજથી રાજકોટ એસટી ડિવીઝન દ્વારા રાજકોટ ડેપો ઉપરથી રક્ષાબંધન તહેવાર સંદર્ભે ૪૦ એકસ્ટ્રા બસો ઉપડશે
રાજકોટ એસટી ડિવીઝન આજથી ૮-૯-૧૦ સુધી રાજકોટ એસટી ડેપો ઉપર સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભાવનગર, જૂનાગઢ, જામનગર, કચ્છ-ભુજ, અમદાવાદ, ઉના તરફ જરૂર મુજબ ૩૫ થી ૪૦ એકસ્ટ્રા બસો ઉપાડશે : આ ઉપરાંત આવી રહેલ વિવિધ મેળા તથા જન્માષ્ટમીના તહેવારો સંદર્ભે રાજકોટ તથા ડિવીઝનના અન્ય ડેપો ઉપરથી ૧૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું પણ આયોજન કરાયાનું ઉચ્ચ અધિકારીઓ ઉમેરી રહ્યા છે.
(12:00 pm IST)