બેડીગામમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી હકાભાઇ ઝાપડા પર ત્રણ શખ્સોનો હુમલો
શૈલેષ ઝાપડા, મોમ ઝાપડા અને લાલા ઝાપડા સામે ગુનો
રાજકોટ, તા. ૮ : બેડીગામ પાસે અગાઉનાં ઝઘડાનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડા વડે માર મારતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ બેડી ગામ માર્કેટીંગ યાર્ડની સામે રહેતા હકાભાઇ મખાભાઇ ઝાપડા (ઉ.વ.પપ) ગઇકાલે ગામમાં પાણીના ટાંકા પાસે હતા ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ગામમાં જ રહેતા શૈલેષ કારાભાઇ ઝાપડા, મોમ કારાભાઇ ઝાપડા અને લાલ કારાભાઇ ઝાપડાએ આવી ઝઘડો કરી હકારાભાઇને લાકડી તથા પાઇપ વડે મારમારી માથા તથા પગના ભાગે ઇજા કરી હતી છેડાવા માટે પત્ની તથા પુત્ર વચ્ચે પડતા તેને પણ મુંઢમાર માર્યો હતો.
દેકાનરો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ હકાભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ એન.બી.ડાંગરે તપાસ હાથ ધરી છે.
સોરઠીયાવાડીમાં સંજયભાઇ પર હુમલો
સોરઠીયાવાડી શેરી નં. ૧ માં રહેતા સંજયભાઇ અઉચરભાઇ સરૈયા (ઉ.વ.૪૦) ગઇકાલે પોતાના ઘર પાસે હતા ત્યારે દિકરીને પાણી ભરવા બાબતે પાડોશી હરેશ સરૈયા, આકાશ સરૈયા અને નેહલ સરૈયાએ ઝઘડો કરી ગાળો આપી ઉશ્કેરાઇને લાકડાના ઘોડા વડે મારમારતા સંજયભાઇને માથાના ભાગે ઇજા થઇ હતી બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ભકિતનગર પોલીસ હરેશ, આકાશ અને નેહમલ વિરૂધ્ધ ગુનો દાખલ કરી એ.એસ.આઇ. રવીભાઇ વાંકે તપાસ હાથ ધરી છે.