News of Saturday, 7th November 2020
સહકાર સોસાયટીમાં ગેસ લિકથી રૂમમાં આગ લાગીઃ ૭૦ વર્ષના જીવીબેન દાઝયા
એકલા રહેતાં વૃધ્ધાએ લાઇટની સ્વીચ ચાલુ કરતાં જ ભડકો થયો
રાજકોટ તા. ૭: વાણીયાવાડી પાછળ સહકાર સોસાયટી-૮માં રહેતાં જીવીબેન ભવાનભાઇ સિંધવ (ઉ.વ.૭૦) રાતે પોણા બારેક વાગ્યે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
જીવીબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ ભવાનભાઇ હયાત નથી. જીવીબેન સહકાર સોસાયટીમાં એકલા જ રહેતાં હતાં. સંતાનો અલગ રહે છે. રાતે ગેસ લિકેજ થઇ રૂમમાં ભરાઇ ગયો હશે. જીવીબેનના કહેવા મુજબ પોતે જાગ્યા અને લાઇટની સ્વીચ દાબી ત્યાં જ ભડકો થયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(12:40 pm IST)