ઠંડી આજે પણ 'ઠંડી' જ રહી
નલીયા ૧પ.ર, રાજકોટ ૧૮.પ ડિગ્રી લઘુતમ તાપમાન
રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે શિયાળા અને ઉનાળાની બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.
જો કે આજે સવારે ઠંડીમાં સામાન્ય રાહત છે કચ્છના નલીયામાં ૧પ.ર ડિગ્રી, રાજકોટમાં ૧૮.પ ડિગ્રી લઘુમત તાપમાન નોંધાયું છે.
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંઠકનો અનુભવ થાય છે જયારે સવારથી સાંજ સુધી ઉનાળા જેવુ વાતાવરણ અનુભવાય છે. સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે આવતાની સાથે જ ઠંડીની અસર વધવા લાગે છે અને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. જયારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા લોકોને ગરમી સાથે ઉનાળા જેવી ઋતુનો અનુભવ થવા લાગે છે.જો કે સુર્યનારાયણના દર્શન થતાનીસાથે જ ઠંડી અદ્રશ્ય થઇ જાય છે અને હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.અને જેમ-જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધતાની સાથેજ બપોરના સમયે આકરા ઉનાળાનો અનુભવ થવા લાગે છે.
કયાં કેટલી ઠંડી |
|
શહેર |
લઘુતમ તાપમાન |
અમદાવાદ |
૧૭.૫ ડીગ્રી |
ડીસા |
૧૬.૮ ડીગ્રી |
વડોદરા |
૧૬.૪ ડીગ્રી |
સુરત |
૨૧.૧ ડીગ્રી |
રાજકોટ |
૧૮.૫ ડીગ્રી |
કેશોદ |
૧૭.૨ ડીગ્રી |
ભાવનગર |
૧૯.૦ ડીગ્રી |
પોરબંદર |
૧૮.૪ ડીગ્રી |
વેરાવળ |
ર૧.૧ ડીગ્રી |
દ્વારકા |
ર૨.૧ ડીગ્રી |
ઓખા |
રર.૧ ડીગ્રી |
ભુજ |
૧૯.૮ ડીગ્રી |
નલીયા |
૧૫.૨ ડીગ્રી |
સુરેન્દ્રનગર |
૧૮.૮ ડીગ્રી |
ન્યુ કંડલા |
૨૦.૦ ડીગ્રી |
કંડલા એરપોર્ટ |
૧૮.૧ ડીગ્રી |
અમરેલી |
૧૭.૦ ડીગ્રી |
ગાંધીનગર |
૧૫.૫ ડીગ્રી |
મહુવા |
૧૬.૧ ડીગ્રી |
દિવ |
૧૭.૮ ડીગ્રી |
વલસાડ |
૧૪.૦ ડીગ્રી |
વલ્લભ વિદ્યાનગર |
૧૮.૬ ડીગ્રી |