સુદેશ ભોંસલે નાઈટના બુકીંગનો કાલથી પ્રારંભ
હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૧, સાંજે ૫ થી ૮
૧૬ ઓકટોબરે રાત્રે ૯:૩૦ વાગ્યાથી રાજકોટના સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં દેશના સુપ્રસિદ્ધ બોલીવૂડ સ્ટાર - ગાયક સુદેશ ભોંસલેના ગીત - સંગીતનો જબરદસ્ત લાઈવ કાર્યક્રમ યોજાયો છે. લોકોમાં જર્ની વીથ અમિતાભ બચ્ચન અને અમિતાભ બચ્ચનના વોઈસનો પર્યાય ગણાતા સુદેશ ભોંસલેથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ખુદ અમિતાભ બચ્ચન તેમના વોઈસનો ઉપયોગ કરે છે. હેમુ ગઢવી હોલના સ્ટેજ ઉપર સુદેશજીના આગમન સાથે જ ૩-૪ કલાકો કયાં પસાર થઈ જશે તેનો અંદાજ નહિં રહે. ‘તાલ તરંગ કલબ'ના નેજા હેઠળ રાજકોટ માટે આ દમદાર કાર્યક્રમ ૧૬ ઓકટોબર રવિવારે રાત્રે ૯ાા વાગ્યે હેમુ ગઢવી હોલમાં યોજાશે. તાલ તરંગના સંયોજક ભારતીબેન નાયક જણાવે છે કે સુદેશ ભોંસલે નાઈટના એડવાન્સ બુકીંગનો પ્રારંભ આવતીકાલ સવારથી થશે. હેમુ ગઢવી હોલ ઉપર આવતીકાલ તા. ૮ થી તા.૧૬ સુધી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ વચ્ચે ટીકીટો મળશે. સમગ્ર ઈવેન્ટનું આયોજન બોલીવૂડ કાર્યક્રમોના આયોજક અનેકવિધ પ્રોગ્રામના એરેન્જર ભારતી નાયક (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)એ કરેલ છે. સુદેશ ભોંસલેનો સંગાથ આપશે કો સીંગર મદન શુકલા અને અર્પિતા ઠક્કર તથા એન્કરીંગ માટે બોલીવૂડના જાણીતા આર્ટીસ્ટ મનીષા કરંદીકર તથા આર.જે. ગૌરવ જોડાશે. રાહ કોની જુઓ છો ? આવતીકાલે અચૂક હેમુ ગઢવી હોલ, રાજકોટ ઉપર જઈ મનપસંદ સીટનું બુકીંગ કરાવી લ્યો