રાજકોટ
News of Friday, 7th October 2022

નેશનલ રોલર સ્કેટીંગ ચેમ્પીયનશીપ

 તાજેતરમાં મોહાલી ખાતે ઓલ ઇન્ડીયા રોલર બાસ્કેટબોલ-સ્પીડ-સ્કેટ ડાન્સ તથા આર્ટીસ્ટીક ચેમ્પીયનશીપ-૨૦૨૨ યોજાઇ ગઇ. જેમાં પુજા હોબી સેન્ટરના ૧૫ બાળકો પણ આ નેશનલ કોમ્પીટીશનમાં સિલેકટ થયા હતા. જેમાં અન્ડર-૧૪ ગર્લ્સ, રોલર બાસ્કેટબોલમાં ગોલ્ડ મેડલ, અન્ડર-૧૪ મીકસ ટીમમાં સિલ્વર મેડલ, અન્ડર-૧૯ બોયઝમાં સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. સ્પીડ સ્કેટીંગમાં અન્ડર-૮ રાહી નાગવેકર ગોલ્ડ મેડલ, અન્ડર -૪ ખુશવંત રાડીયા, બ્રોન્ઝ મેડલ, અન્ડર -૬ શૌર્યન પઢારીયા બ્રોન્ઝ મેડલ, ૮-૧૦ તીર્થ લીંબાસીયા- સીલ્વર, વીરા કોટક - બ્રોન્ઝ ૧૦ થી ૧૨ ગૃપની ધ્યાની કાછડીયા બ્રોન્ઝ મેડલ, નિર્વેદ બાવીસી- સીલ્વર અન્ડર-૧૯, નમન પંડ્યા-ગોલ્ડ, ખુશ ઠક્કર સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. સ્કેટ ડાન્સમાં પુજા હોબી સેન્ટરના બાળકોએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ રીતે ૪ જુદી-જુદી ઇવેન્ટમાં ૬ ગોલ્ડ મેડલ ૨૮ સિલ્વર મેડલ તથ ૮ બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટની સ્કૂલ એસ.એન.કે., સનસાઇન, પોદાર ઇન્ટરનેશનલ, માસુમ, નચિકેતા, પોદાર જમ્બો કીડઝ અક્ષરમાર્ગ, આર.કે.સી., ગ્રીનવુડ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ નેશનલ લેવલ પ્રાપ્ત કર્યા છે. જે બદલ રોલર બાસ્કેટબોલ ગુજરાત એસોસિએશનના પ્રમુખ મૌલેશભાઇ પટેલ, ઉપપ્રમુખ જવાહરભાઇ ચાવડા, સેક્રેટરી શ્રીમતી પુષ્પાબેન રાઠોડ, દીપુદીદી, ડો. પુજા રાઠોડ દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવી ઇન્ટરનેશનલ લેવલે મેડલ લઇ પરત ફરે તેવા આર્શીવાદ પાઠવેલ છે.

(4:12 pm IST)