રાજકોટ
News of Saturday, 7th August 2021

તાન્ઝાનિયાની છાત્રાનું રોકડ-ડોકયુમેન્ટ સાથેનું ખોવાયેલુ પર્સ યુનિવર્સિટી પોલીસની ટીમે શોધ્યું

'પોલીસ પ્રજાનો મિત્ર' એ સુત્ર પીઆઇ ચાવડા, પીએસઆઇ જાડેજા અને ટીમે સાર્થક કર્યુઃ પર્સમાં રોકડ, આઇકાર્ડ, અગત્યના ડોકયુમેન્ટ હતાં

રાજકોટઃ મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં એસ્ટર મવાગંતી કે તાન્ઝાનીયાના નાગરિક હોઇ તા. ૪/૮ના રોજ રામાપીર ચોકડીથી રિક્ષામાંથી ઉતરી બીજા રિક્ષામાં બેસી મારવાડી કોલેજ ખાતે પહોંચી તપાસ કરતાં પર્સ ગાયબ જણાયું હતું. પર્સમાં આઇડી પ્રૂફ, રોકડા, ક્રેડિટ કાર્ટ અને બીજા ડોકયુમેન્ટ પણ હતાં. આથી તેણે પરત રામાપીર ચોકડીએ આવી તપાસ કરી હતી. પરંતુ પર્સ કે તેમાંના ડોકયુમેન્ટ મળ્યા નહોતાં. થોડા સમયમાં જ તેને વનત તાન્ઝાનીયા જવાનું હોઇ જેથી તે મુંજવણમાં મુકાઇ ગયેલ. એ પછી તેણે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાએ આ નાગરિકની ચીજવસ્તુ તત્કાલ શોધી કાઢવા સુચના આપતાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, રાવતભાઇ ડાંગર, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે સીસીટીવવ ફૂટેજ ચેક કરાવતાં કોન્સ. જયંતિગીરી ગોસ્વામીને મહત્વના ફૂટેજ મળ્યા હતાં. જેમાં નિર્મલા રોડ ફાયર બ્રિગેડ પાસે એક પર્સ પડેલુ હોઇ અને રિક્ષાવાળાને મળ્યું હોઇ તેમ જણાતાં રિક્ષાવાળાને શોધીને વિદેશી નાગરિક (વિદ્યાર્થીની)ને તેનું ડોકયુમેન્ટ, રોકડ સાથેનું પર્સ પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કર્યુ હતું.

(1:02 pm IST)