સલાડ સ્પર્ધાનું સમાપનઃ બહેનોની સાથે ભાઈઓએ પણ ભાગ લીધો
રાજકોટ, તા.૭: સિઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિઝન સ્કવેર કલબ તથા ફૂલછાબ દ્વારા સલાડ સ્પર્ધાનુ઼ આયોજન સિઝન્સ સ્કવેર મોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૪૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. માત્ર મહિલાઓ જ નહિ પણ પુરૂષ સ્પર્ધકો પણ હતા.
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મનીષા ભટ્ટ (જામનગર), હેતલ દેસાઈ (રાજકોટ) તથા રીટા તન્ના (રાજકોટ)એ સેવા આપી હતી. સ્પર્ધાના ત્રણ વિજેતાઓ (૧)પીનાબેન કોટેચા, (૨)પન્નાબેન મહેતા, (૩)જસ્મિતાબેન પરસાણાને ઈનામ અર્પણ કરવામાં આવ્યા. સિઝન્સ કલબના પ્રમુખ સત્યેન્દ્ર તિવારી તરફથી ચાર પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવ્યા. સુરેન્દ્ર ગુપ્તા (ઉદ્યોગપતિ) અને જયેશ ઉપાધ્યાય તરફથી દરેક સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ટ્રસ્ટનાં અજયભાઈ વ્યાસ અને અલ્કાબેન વોરા પણ ઉપસ્થિત હતા. પ્રસ્તુત કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ટીમના સભ્યો હર્ષિદા ત્રિવેદી, હર્ષદભાઈ તથા રૂપાબેન ગોહેલ, મીનાબેન કાનાબાર, કોમલ મહેતા, કુણાલ જોશી, રાજુભાઈ અગ્રવાત, ઉર્વીશ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.