રાજકોટ
News of Wednesday, 7th February 2018

જયંત પંડ્યાના હાકલા - પડકારા યથાવત ચાલુ : પિતૃ - સુરાપુરાના નડતર સંબંધી ક્રિયાકાંડો નિરાધાર

રાજકોટ : સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના વિરપુર ગામમાં રોયલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તેજુબા હેમુભા વાઘેલા વિદ્યાલય ઉપક્રમે સરસ્વતી મૂર્તિ સ્થાપન નિમિતે ગ્રામજનો, વાલી, છાત્ર - છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ફેંગસુઈ, વાસ્તુ, જયોતિષ શાસ્ત્રને વિજ્ઞાનનો કોઈ આધાર નથી. કુંડળીમાં જે ગ્રહો બતાવવામાં આવે છે જે અવકાશમાં અસ્તિત્વ જ ધરાવતા નથી માટે અનુભવની ચકાસણી કરી વિશ્વાસ રાખવા સંબંધી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

જાથાના શ્રી જયંત પંડ્યાએ આ તકે કહેલ કે વિજ્ઞાનથી માનવજાત સુખી - સંપન્ન થયો, ફિંગસુઈ - વાસ્તુ, જયોતિષ અવૈજ્ઞાનિક શાસ્ત્ર, મૃત્યુ પછીના ક્રિયાકાંડને કાયમી તિલાંજલી આપો, છાત્ર - છાત્રાઓને જ્ઞાન - વિજ્ઞાનનું સ્નાન કરાવ્યુ, અને જાહેર કર્યુ કે રાજયમાં ગામે - ગામ જાથાના કાર્યક્રમો યોજાશે.

કાર્યક્રમનું ઉદ્દઘાટન ટ્રસ્ટના પ્રમુખ જશુભા હેમુભા વાઘેલાએ કરી વિજ્ઞાનથી માનવી સુખી - સમૃદ્ધ થયો છે તે કડવી વાસ્તવિકતા છે. અંધશ્રદ્ધામાંથી બહાર આવવાથી માનવીને સુખનો અનુભવ થાય છે.

આ પ્રસંગે ધનરાજસિંહ વાઘેલા, દેવપાલસિંહ વાઘેલા, મોહબતસિંહ હેમુભા, દિલીપસિંહ મોતીસિંહ, નરસિંહ પટેલ, કનકસિંહ નટુભા, આચાર્ય અમિત શાહે હાજરી આપી હતી. શાળા સંચાલકોનું બહુમાન થયુ હતું.

તસ્વીરમાં હાથથી પૂરી તળવી વિ. જૂની રીતરસમો શ્રી જયંત પંડ્યા બતાવી રહ્યા છે. વર્ષોથી આ જાદુના ખેલો પ્રચલિત છે જે જયંતભાઈ લગભગ બધી જ જગ્યાએ બતાવી કૂતુહલ સર્જે છે.

(12:45 pm IST)