રાજકોટ
News of Thursday, 6th October 2022

રાઇઝીંગ રાજપૂતાની'ઝ ગ્રૃપ દ્વારા દિવાલી શોપિંગ કાર્નિવલનું ભવ્‍ય આયોજન

સતત ત્રણ વર્ષની ભવ્‍ય સફળતા બાદ તેમજ મહિલા સશકિતકરણની અભિવ્‍યકિતને અનોખી રીતે રજુઆત અને જરૂરીયાત પુરતી વ્‍યાવહારિક ધારા-ધોરણની પ્રસ્‍તુતિ સાથે રાઇઝીંગ રાજપુતાની'ઝ ગ્રુપ દ્વારા દિવાળીના શુભ પર્વ નિમિત્તે તા. ૭ અને ૮ ઓકટોબરના રોજ સવારના ૧૦ થી સાજના ૮ સુધી આર.એફ.સી. રાજહંસ પાર્ટી પ્‍લોટ, સયાજી હોટલ પાછળ, રાજકોટ ખાતે બે દિવસીય ભવ્‍ય શોપિંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. ટીમ રાઇઝીંગ રાજપૂતોની દ્વારા રાજકોટની રંગીલી જનતાને આ શોપિંગ કાર્નિવલમાં પરિવાર, સગા-સંબંધી અને મિત્રો સાથે પધારવા ભાવભર્યુ આમંત્રણ છે. આ કાર્યક્રમની વિશેષતાએ છે કે તેમાં મહિલા સંચાલિત નાના-મોટા ગૃહ ઉદ્યોગ તેમજ પ્રદર્શકો બહોળી સંખ્‍યામાં હાજર રહેશે. જેમાં રાજકોટની જનતા વ્‍યાજબી ભાવે અનેક વસ્‍તુઓ જોવા ખરીદવાનો લાભ લઇ શકશે. જેમાં સોના-ચાંદીના દાગીના સાથે રીયલ ડાયમંડ જવેલરી, દિવાળી આઇટમ, રાજપૂતી મોજડી, કસ્‍ટમાઇઝ જવેલરી, સુશોભનની વસ્‍તુઓ આકર્ષણ રૂપ બની રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાર્ગવીબા ગોહિલ, શિવાનીબા ગોહિલ, કિરણબા જાડેજા અને અન્નપૂર્ણા વાઘેલા સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે વધુ માહિતી માટે મો. નં. ૯૦૯૯૦ ૯૬૪૯૯ પર સંપર્ક કરી  શકશો. ૭ તારીખને શુક્રવારના રોજ સવાર ના ૧૦ કલાકે રાઇઝીંગ રાજપૂતોની ગ્રૃપના દિવાળી શોપીંગ કાર્નિવલના ઉદ્‌્‌ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ને.ના. અ.સૌ.રાણી સાહેબશ્રી ગૌરી રાજય લક્ષ્મીદેવી ઓફ ગોંડલ (હવા મહેલ) તેમજ ગોંડલના લોકલાડીલા ધારાસભ્‍ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા ઉપસ્‍થિત રહેશે. તેમજ રાજકોટની આસપાસના તાલુકા અને રાજકોટ જિલ્લાની નાની મોટી સંસ્‍થાના મહિલા પ્રમુખની હાજરી નોંધનીય બની રહેશે.

(4:29 pm IST)