રાજકોટ
News of Thursday, 6th October 2022

નેશનલ ગેમ્સના ખેલાડીઓ યુવી કલબ ગરબાની મુલાકાતે

 મનમૂકી ગરબે ઘૂમ્યા : રાજકોટઃ ગુજરાતમાં યોજાયેલ ૩૬મી નેશનલ ગેમ્સ-ર૦રર અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઇવેન્ટ્સ ચાલી રહી છે. જુદા-જુદા રાજયોની ટીમો રાજકોટના આંગણે મહેમાન બની છે અને ગઇકાલ નવરાત્રીના છેલ્લા દિવસે નેશનલ ગેમ્સ -ર૦રર ના ખેલાડીઓએ યુવી કલબ ખાતે અર્વાચીન ગરબાની મુલાકાત કરી હતી સાથોસાથ ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે રમ્યા હતા. આ આ તકે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા અને સહાયક કમિશ્નર એચ.આર.પટેલ હાજર રહ્યા હતા. કર્ણાટક મહિલા વોટર પોલો ટીમ, પંજાબ પુરૃષ સ્વિમિંગ ટીમ અને ઉત્તરાખંડની ટીમે અર્વાચીન યુવી કલબ રાસોત્સવમાં ખેલૈયાઓ સાથે ગરબાના તાલે તાલ મિલાવીને ગરબે ઝૂમ્યા હતા.

(4:29 pm IST)