રાજકોટ
News of Thursday, 6th October 2022

વાવડી ગામ પાસેથી યોગેશ ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ : શહેરના દોઢસો ફૂટરોડ તરફથી વાવડી ગામ તરફ એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે નીકળ્‍યો હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. કિશનભાઇ પાંભર અને હરસુખભાઇ સબાડને બાતમી મળતા વાવડીગામમાં સરકારી નર્સરી પાસેથી જી.જે. ૩ એમ.સી. ૩૭પપ નંબરના ચોરાઉ બાઇક સાથે  યોગેશ મોહનભાઇ હાપાણી (ઉ.વ.૪ર) (રહે. મુળ અમરેલીના લીલીયાગામ હાલ રાજકોટ બાપા સીતારામ ચોક પાસે શ્રધ્‍ધાપુરી) ને પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આર. બી. જાડેજા, જે.ડી. વાઘેલા, હેડ કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, કે.આર. પાંભર, હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ રાણા, કુશલભાઇ તથા શીવભદ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(3:49 pm IST)