રાજકોટ
News of Thursday, 6th October 2022

ઇદ નિમિતની ઝંડીઓ ઉતારવા સામે લઘુમતી અગ્રણીઓની રજૂઆત

રાજકોટ : રવિવારે ઇદનો તહેવાર છે. તેના પ્રચારાર્થે લઘુમતી સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર ઝંડીઓ લગાવવામાં આવેલ તે કોર્પોરેશન દ્વારા જપ્ત કરાતા તેના વિરોધમાં આજે લઘુમતી આગેવાનો હબીબ કટારિયા, રહીમ સોરા વગેરેએ કોર્પોરેશન દોડી જઇ આવેદન આપી રજૂઆત કરેલ. અગ્રણીઓએ મંજુરી લઇ નિયમ મુજબ ઝંડી લગાડવાની ખાતરી આપતા કોર્પોરેશને જપ્ત કરેલ ઝંડીઓ પરત કરી હતી. મામલો સુખરૃપ ઉકેલાયો હતો.

(3:37 pm IST)