News of Monday, 6th February 2023
જન્મદિનની સેવામય ઉજવણી
રાજકોટઃ બજરંગ ગ્રુપવાળા કિશોરભાઇ કારીયાએ પોતાનો જન્મદિન સેવાદિન તરીકે ઉજવણીમાં ભાગરૂપે ત્રિકોણબાગ ખાતે સ્વખર્ચે ચકલીના માળા અને પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, જયંતભાઇ ઠાકર, ભાજપ મીડીયા સેલના વિનયભાઇ કારીયા, નિવૃત પોલીસ અધિકારી હર્ષદસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતાગ્રુપના પ્રમુખ હસુભાઇ ગણાત્રા પંકજભાઇ ચગ, જતીનભાઇ ભીંડોરા, લાલભાઇ ગણાત્રા, મનુભાઇ ખંધેડીયા, જયદીપ કોટેચા, રાઘવભાઇ ગણાત્રા, પંકજભાઇ કારીયાએ કિશોરભાઇને શુભેચ્છા પાઠવી હતી.
(4:40 pm IST)