રાજકોટ
News of Tuesday, 6th February 2018

રામકૃષ્ણ આશ્રમે સંસ્કૃતિ : ૧૦ રાજયના ૮૦૦ પ્રતિનિધિઓએ લાભ લીધો

રાજકોટ : શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના આંગણે 'ભારતીય સંસ્કૃતિ અને ફીલસુફી'  વિષય પર બે દિવસીય સેમીનાર યોજાયો હતો. બીજા દિવસના પ્રથમ સત્રમાં રામકૃષ્ણ વેદાંત સેન્ટર યુ.કે.ના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ વર્ણવી હતી. વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી નિવેદીતા ભીંડેએ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક નારી વિષય પર મનનીય પ્રવચન આપેલ. આઇ.આઇ.એમ. અમદાવાદના પ્રોફેસર એન. રવિચંદ્રને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં કોનફિલકટ મેનેજમેન્ટ વિષે રસપ્રદ શૈલીમાં વાર્તાઓ રજુ કરી હતી. બીજા સત્રમાં તજજ્ઞોએ પ્રતિનિધિઓએ પુછેલા  પ્રશ્નોના ઉતરો આપ્યા હતા. અંતમાં આભારદર્શન રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ. બે દિવસીય આ સેમીનારમાં ૧૦ રાજયોમાંથી ૮૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. યુ.કે. ના ગીરીશભાઇ રૂણાણી સહીતના પ્રતિનિધિઓ આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:07 pm IST)