છેતરપીંડી અને દારૂના ગુનામાં સામેલ પીઠડ ગામના રમણીક પઢીયારને પાસા
તાલુકા પોલીસે વોરંટની બજવણી કરી
રાજકોટ તા. ૪: તાલુકા પોલીસ સ્ટેશનમાં, જામનગર અને જોડીયામાં છેતરપીંડીના પાંચ તથા જોડીયામાં દારૂના ત્રણ ગુનામાં સામેલ પીઠડ ગામના શખ્સને પાસામાં ધકેલી દીધો હતો.
મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીના ત્રણ ગુનામાં પકડાયેલો તેમજ જોડીયામાં દારૂના ગુનામાં તથા જામનગરમાં છેતરપીંડીના ગુનામાં પકડાયેલા રમણીક ચમનભાઇ પઢીયાર (ઉ.વ.૩૯) (રહે. પીઠડ ગામ તા. જોડીયા) ને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળા, એએસઆઇ ભરતભાઇ વનાણી, એએસઆઇ આર. બી. જાડેજા, હેડ કોન્સ. પ્રવિણભાઇ, ભાવેશભાઇ, વિજયગીરી, મોહસીનખાન, અમીનભાઇ, હસમુખભાઇ, અરજણભાઇ, મનીષભાઇ, હર્ષદસિંહ અને ધર્મરાજસિંહ સહિતે રમણીક ચમનભાઇ પઢીયાર (ઉ.વ. ૩૯) ને પાસા હેઠળ પકડી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.