નવા દોઢસો ફુટ રોડ પરથી રવિ ફતેપરા ચોરાઉ રીક્ષા સાથે પકડાયો
યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દબોચ્યો : રીક્ષા કબ્જે
રાજકોટ,તા. ૫ : શહેરના નવા દોઢ સો ફુટ રોડ પર ઘંટેશ્વર ટી પોઇન્ટ પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે લોધીકા શખ્સને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ નવા દોઢ સો ફુટ રોડ પર એક શખ્સ ચોરાઉ રીક્ષા સાથે ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. ગોપાલસિંહ જાડેજાને બાતમી મળતા નવા દોઢ સો ફુટ રોડ પર ઘંટેશ્વર ટી પોઇન્ટ પાસેથી રવિ રમેશભાઇ ફતેપરા (ઉવ. ૨૩) (રહે. લોધીકા રોડ બાલસર વીડી આર્શીવાદ ગ્રીન સીટી ફલેટ નં. ૨૦૧) ને જીજે -૩ બીયુ૬૧૧૦ નંબરની ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ રીક્ષા મેટોડા જી.આઇ.ડી.સી. કિશાન ગેઇટ અંદરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. રવિ અગાઉ ચોરીના બે ગુનામાં લોધીકા પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પીઆઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, સિધ્ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ, મૈસુરભાઇ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવી હતી.