શહેરના રાજમાર્ગો ઉપર વધુ ૩૬ રેંકડી - કેબીનો દુર : ૭૦ કિલો અખાદ્ય શાકભાજી - ફળોનો નાશ
મનપાની દબાણ હટાવ શાખા ત્રાટકી : રૂા. ૬૭ હજારથી વધુનો વહીવટી અને મંડપ ચાર્જ વસુલાયો
રાજકોટ તા. ૪ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, ᅠઅન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. મનપાની સત્તાવાર યાદી આ મુજબ છે.
રસ્તા પર નડતર ૩૬ રેંકડી-કેબીનો ગાયત્રીનગર,આંનદબંગલા ચોક,ᅠજંકશન રોડ,ᅠજયુબેલી માર્કેટ,ᅠમોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ,ᅠમવડી મેઈન રોડ,ᅠપટેલ ક્ન્યા છાત્રાલય,ᅠપુષ્કરધામ રોડ,ᅠશિવમ પાર્ક,ᅠરેસકોર્ષ ગ્રાઉન્ડ, ᅠકૃષ્ણનગર મેઈન રોડ,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવી હતી. જુદીજુદીᅠ અન્ય ૭૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે ᅠજયુબીલી,ᅠમવડી મેઈન રોડ,ᅠરેસકોર્ષ ગ્રાઉન્ડ,ᅠહોસ્પીટલ ચોક,ᅠᅠરેલવે જંક્સન, રૈયા રોડ,ᅠબસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ,ᅠચંદ્રેશનગર,ᅠકુવાડવા રોડ,ᅠશાષાી મેદાન,ᅠપરથી ᅠજપ્ત કરવામાં આવી હતી.
૭૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેઇન રોડ,ᅠપુષ્કરધામ મેઈન રોડ,ᅠમવડી મેઈન રોડ,ᅠજયુબિલી માર્કેટ,ᅠરેલ્વે જંક્શન,ᅠઆંનદ બંગલા ચોક,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૩૮,૫૦૦નો વહીવટી ચાર્જ ᅠᅠરેલનગર ઢેબર રોડᅠ, ત્રિકોણ બાગ,ᅠયુનિવર્સિટી રોડ,ᅠચંદ્રેશનગર રોડ,ᅠનાના મૌવા રોડ,ᅠરૈયા રોડ,ᅠમાટેલ ચોક,ᅠમોરબી રોડ,ᅠપરથીᅠવસુલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રૂ.૨૮,૬૮૦નો મંડપ ચાર્જ જે ᅠરેલ નગર,ᅠયાજ્ઞીક રોડ,ᅠમવડી રોડ,ᅠરૈયા રોડ,ᅠસેટેલાઇટ રોડ,ᅠનાના મૌવા રોડ,ᅠસાધુવાસવાણી રોડᅠમાંથીᅠવસુલ કરવામાં આવ્યો હતો,ᅠઅને ᅠ૬૫ બોર્ડ-બેનરો જે રોડ સંતકબીર રોડ,ᅠચંદ્રેશનગર મેઈન રોડ,ᅠયુનિ. સિટી ᅠરોડ,ᅠઢેબર રોડ,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્યા હતા.