રાજકોટ
News of Friday, 5th March 2021

દૂધ સાગર રોડ પર ગામેતી હોલ પાસે અજાણ્‍યા યુવાનની લાશ મળી

વાલીવારસ હોય તો થોરાળા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૫: દૂધસાગર રોડ પર ગામેતી હોલ પાસે આશરે ૩૫ વર્ષનો યુવાન બેભાન પડયો હોઇ કોઇએ જાણ કરતાં ૧૦૮ની ટીમ પહોંચી હતી. ઇએમટી નિલેષભાઇએ તેને મૃત જાહેર કરતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ. જી. ગોહિલ અને અમરજીતસિંહે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકને પોપટી જેવો શર્ટ અને બ્‍લુ જીન્‍સ પહેરેલા છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી પરિચિત હોય તો થોરાળા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:16 pm IST)