News of Tuesday, 4th October 2022
જન્મદિનની સેવામય ઉજવણી
માલવીયા કોલેજ પાછળ સ્વામીનારાયણ ચોક, શ્યામગ્રુપના સ્થાપક નારણ બોળીયાના સુપુત્ર વોર્ડ નં.૧૩ મંત્રી રોહિત બોળીયાનો જન્મદિવસ સેવાકીય સદકાર્યથી ઉજવાયો હતો. કૃષ્ણનગર મેઇનરોડ ખાતે આવેલ મ્યુનિ નં.૬૯ સ્કુલમાં નાના સ્કુલના બાળકોને વિનામૂલ્યે આઇ-કાર્ડનું વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયાએ મનોરંજન કાર્યક્રમ આપેલ આ સદકાર્યને સફળ બનાવવા આચાર્ય વિજયભાઇ ઘાટલીયા, નારણભાઇ બોળીયાએ જહેમત ઉઠાવી હતી.
(4:55 pm IST)