રાજકોટ
News of Tuesday, 4th October 2022

ફ્રિડમ યુવા ગ્રૃપ દ્વારા ગાંધી વંદના : જીવન કવન આધારીત ફલોટસ સાથે યોજાઇ ગાંધી વિચારયાત્રા

રાજકોટ : ફ્રિડમ યુવા ગ્રૃપ દ્વારા સતત ૧૮માં વર્ષે અહિંસાના પુજારી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને ગાંધી વંદનાનું આયોજન કરવામાં આવેલ. જયુબિલી ચોક ખાતે ગાંધીજી અમર રહોના નારા  ગુંજી ઉઠયા હતા આ પ્રસંગે સેન્ટ ગાર્ગી સ્કુલ તથા શમ્સ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીજી સહિતના દેશ ભકતો તથા સ્વાતંત્ર્યવગીરોનો વેષ ધારણ કરીને ગાંધીજીના અગિયાર વ્રતોનો જન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરેલ હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.  પૂર્ણકદની બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. પ્રતિ વર્ષે બે ડઝન ગાંધીજીના જીવન-કવન આધારીત ફલોટસ સાથે ગાંધી વિચાર યાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. જેનો જયુબિલી ચોકથી વાજતે-ગાજતે પ્રારંભ થઇ રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર ફરી ગાંધી વિચારો રેલાવતી અને દિવ્ય માહોલ ઉભો કરતી રાષ્ટ્રીય શાળા ખાતે પહોંચી પ્રાર્થના સભા બાદ સંપન્ન કરવામાં આવેલ. પુષ્પાજલિ અર્પિત કરવા દેવાંગ માંકડ, મનિષ રાડિયા, જયમીન ઠાકર, ડો. રાજેશ્રીબેન ડોડિયા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુ કોઠારી, મેયર પ્રદિપ ડવ, ડે. મેયર દર્શિતાબેન શાહ, સ્ટ. ચેરમેન પુષ્કર પટેલ, સારાદ ધારાસભ્યો તદઉપરાંત જાહેર જીવન અને સમાજ જીવનનાં તેમજ રાજકીય અને વેપાર ઉદેગ સહિતના અનેક ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક અને ગાંધી વિચાર યાત્રાના પ્રણેતા ભાગ્યેશ વોરા, સેન્ટ ગાર્ગી સ્કુલનાં સંચાલક રમાબેન હેરભા, શમ્સ શૈક્ષણિક સંકુલના સંચાલક એચ.એ. નકાણીના માર્ગદર્શન હેઠળ મનોજ ડોડિયા, સંજય પારેખ, પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ  પરમાર, અલ્પેશ પલાણ, ચંદ્રેશ પરમાર, નિેશ કેસરિયા, રસીક મોરધરા, રાજનગુરૃ, અલ્પેશ ગોહેલ જયપ્રકાશ ફુલારા, ધવલ પડીઆ, દિલજીત ચૌહાણ, સંજય ચૌહાણ, જય દુધિયા પુનિત બુંદેલા, વિશા, અનડકટ, જીતેશ સંઘાણી રીતેશ ચોકસી, હર્ષદ ચોકસી, મિલન વોરા, ધ્રુમિલ પારેખ જીજ્ઞેશ આહીર, જય આહિર, કૌશિક દવે, નીતિન જરિયા, રાજ ચાવડા, હિતેષ કોઠારી સહિતના સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(4:30 pm IST)