રાજકોટ
News of Thursday, 4th March 2021

રાજકોટમાંથી લાપતા બનેલ અર્ચનાબેનનો પતો વડોદરામાં મળી આવ્યો

ભૂતકાળના રાજકોટમાં ફરજ બજાવનાર પીઆઈ કિરીટ લાઠીયા ટીમની જાગૃતિથી પતિ- પત્નીનું મિલન : માનસિક તણાવમાં ઘેરથી નીકળી ગયેલ અર્ચનાબેન માટે શી ટીમ આશીર્વાદ રૂપ

રાજકોટ તા.૪: રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારના ગાયકવાડી વિસ્તારમાંથી ગૂમ થયેલ મહિલાનો વડોદરા શહેરમાંથી વડોદરા પોલીસની જાગૃતિને કારણે પતો લાગી જતાં પતિ મહેન્દ્રભાઈ તલરેજા વિગેરે દ્વારા હાશ કારો લેવાયો હતો.                        

વડોદરા પોલીસ કમિશનર પદે ચાર્જ લેતા સાથે ગુનેગારો સામે લોખંડી હાથે કામ લેવા તથા સામાન્ય પ્રજા સાથે હમદર્દ બની રહેવા માટે પોલીસની , શી, ટીમની રચના કરી છે. એડી.સીપી ચિરાગ કોરડીયાના દ્વારા સુપરવિઝન થાય છે.                 

ચમરબંધી ગુનેગારો સામે હિંમતપૂર્વક કામ લેતા  વડોદરાનાં. સારસયા પોલીસ મથકના માનવીય અભિગમ ધરવતા પીઆઇ કિરીટ લાઠીયા ટીમના પેટ્રોલિંગ દરમિયાન એક બહેન ગુમસુમ બેઠેલા નજરે પડ્યા. અનુભવી પીઆઇ કિરીટ લાઠી યાને પોતાની સિકશ સેન્સ દ્વારા કય અલગ લગતા એબહેનની મહિલા પોલીસ મારફત પૂછપરછ કરી પરંતુ ગભરાયેલ બહેન કોય જવાબ આપતા ન્હાતા.                           

 મહિલા ટીમ દ્વારા તેમની પાસેનું પર્સ કોઈ માહિતી મળે તે માટે તપાસતા તેમાંથી એક મોબાઈલ નંબર મળી આવેલ, જે નંબર પર ફોન કરતાં પોલીસ ની મહેનત રંગ લાવી તે મોબાઈલ નંબર તેમના પતિ મહેન્દ્રભાઈ નો હતો. મહેન્દ્રભાઈ દ્વારા પોલીસને મળી આવેલ બહેન પોતાના પત્ની અર્ચના બેન હોવાનું અને તબીબી અભ્યાસ કરતા પુત્રની ફી મામલે ટેન્સનને કારણે નીકળી ગાયનું જણાવેલ.                        

પીઆઇ કિરીટ  લાઠિયા દ્વારા તુરત મહેન્દ્રભાઈને   આશ્વશન આપી મહિલા પોલીસ ટીમ તેમની સાથે રાખી રાત્રિ રોકાણ અને ભોજન વ્યવસ્થા શી ટીમ દ્વારા પૂરી પાડેલ.

ત્યારબાદ બીજા દિવસે પતિ મહેન્દ્રભાઈ ટલરેજા વારસિયા પોલીસ મથક વડોદરા પોહચી ગયા હતા પોતાના પત્ની હેમખેમ મળી આવતા ભાવ વિભોર બની ગયેલ.પોલીસ મથકમાં અનેરા દ્રશ્યો સર્જાયા હતા.પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માની પત્ની અર્ચના બેન સાથે રાજકોટ જવા નીકળ્યા હતા. પોતાના સ્ટાફની આવી કામગીરી બદલ ડીસીપી એલ. એ ઝાલા તથા એસીપી જી ડિવિઝન પી. આર.રાઠોડ દ્વારા પીઆઇ,  મહિલા સ્ટાફ પીનલબેન મથુરભાઈ તથા મનિષબેન્ લલ્લુભાઈ સહિત ને અભિનંદન આપ્યા હતા.

(2:58 pm IST)