રાજકોટ
News of Thursday, 4th January 2018

ઓપન ગુજરાત બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભઃ મેન્સની ૨૧ અને વિમેન્સની ૧૦ ટીમો

રાજકોટઃ ડીસ્ટ્રીકટ બાસ્કેટબોલ એસો. દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી તથા રાજકોટ મ્યુ.કોર્પો.ના સહયોગથી રાજકોટમા઼ં પ્રથમ વખતજ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પીયનશીપ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં તા.૩ થી ૬ સુધી ગુજરાતમાંથી મેન્સની ૨૧ તથા વિમેન્સની ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધેલ છે.ઓપન ગુજરાત બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવેલ કે રાજકોટ મ્યુ.કોર્પો. દરેક રમતો માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવીધા સાથેના મેદાનો તેમજ અનુભવી કોચની પણ વ્યવસ્થા પુરી પાડીને રાજકોટના યુવાનોને ખડતલ અને ટીમસ્પીરીટવાળા બનાવવા માટે કટીબધ્ધ છે.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડો.મેયર, ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ સમાજકલ્યાણ શાખાના ચેરમેન જૈમીનભાઈ ઠાકર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ગુજરાત સ્ટેટ સેક્રેટરી શફિક શેખ વિગેેરે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા.ટૂર્નામેન્ટના પ્રારંભે ઈન્કમટેક્ષની ટીમે બરોડાની એમ.એસ. યુનિવર્સિટીની ટીમને હરાવી વિજય મેળવ્યો હતો. જયારે બીજા મેચમાં તાપીની ટીમને હરાવી ભાવનગર યુનિવર્સિટીની ટીમ વિજેતા બની હતી.

(4:20 pm IST)