ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન
બીજી વખત મુખ્યમંત્રી પદ આરૂઢ થઇ પ્રથમ વખત રાજકોટ પધારતા વિજયભાઇ રૂપાણીનું અભિવાદન કરવા નાગરીક સમિતિ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રમુખ ધનસુખભાઇ વોરાની આગેવાની હેઠળ સર્વે કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી ફ્રુટ બાસ્કેટ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવેલ. આ તકે પ્રમુખ ધનસુખભાઇ વોરાએ ઉદબોધનમાં જણાવેલ કે અમારી રજૂઆતને પ્રાધાન્ય આપી રાજકોટના વેપાર ઉદ્યોગને બળવતર બનાવી વૈશ્વીક કક્ષાએ સ્થાન અપાવશો. જેના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે 'રાજકોટ મારૂ પોતીકુ શહેર છે અને હુ પણ અહીનાં ઉદ્યોગો સાથે ઘનીષ્ઠ રીતે સંકળાયેલ છું. ત્યારે આપના તરફથી કોઇપણ રજૂઆત હશે તો સંપૂર્ણ ધ્યાન આપી યોગ્ય કરવા ખાતરી આપુ છું.'