રાજકોટ
News of Wednesday, 3rd January 2018

રજિસ્ટર્ડ ફાર્મસીસ્ટ માટે આરકે યુનિવર્સિટી દ્વારા બે દિવસીય રિફ્રેશર કોર્સનું યોજાયો

રાજકોટ તા. ૩: આર.કે. યુનિવર્સિટી દ્વારા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ સ્પોનસર્ડ બે દિવસીય રિફ્રેશર કોર્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તબીબી સ્ટોર્સ, હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉદ્યોગો જેવા વિવિધ ક્ષેત્રનાં રર થી ૭૦ વયજુથનાં વ્યકિતઓ સહભાગી થયા બે દિવસનાં કોર્સ દરમ્યાન સ્કુલ ઓફ ફાર્મસી આર.કે. યુનિવર્સિટીનાં અનુભવી પ્રોફેસરો તથા ફાર્મા ઇન્ડસ્ટ્રીનાં નામાંકિત લોકો દ્વારા લેકચર આપવામાં આવ્યા કોર્સનું ઉદ્દઘાટન ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનાં પ્રતિનિધિઓ અને શિક્ષણવિદો દ્વારા કરવામાં આવ્યું.

કોર્સની શરૂઆત વિવિધ દવાઓની શોધ અને તેના વિકાસ અંગેની માહિતીઓથી ડો. મિહર રાવલ (ડીન, ફાર્માસ્યુટિકલ સાયન્સ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) દ્વારા કરવામાં આવી સને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસપીઆઇએલ), વડોદરાના બે વકતા પણ અહીં હાજર હતાં જેમાંના ડો. હરેશ પટેલ (સીઆર મેનેજર, ફાર્માકોકીનેટિકસ) દ્વારા ઔદ્યોગિક દ્રષ્ટિબિંદુ દ્ક્ષ્વારા દવા પર વાર્તાલાપ કરવામાં પર લેકચર આપવામાં આવ્યો. સ્કુલ ઓફ ફાર્મસી આર. કે. યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ચાર લેકચર આપવામાં આવ્યા હતાં જેમાં ડો. દેવાંગ પંડયા (કોર્સ ડીરેકટર એન્ડ ડેપ્યુટી ડિરેકટર, સ્કુલ ઓફ ફાર્મસી) દ્વારા ભારત અને વિદેશમાં ફાર્મસીને અસર કરતાં પરિબળો વિશે ચર્ચા કરવામાં આવી તથા ડો. કેતન શાહ (કોર્સ કોર્ડીનેટર) દ્વારા ફાર્મસી કોમ્પ્યુનિટીને સ્પર્શતા અગત્યના મુદ્દાઓ વિષે ચર્ચા કરવામાં આવી જયારે ડો. પ્રવીણ તિરગર (કોર્સ-એન્કર એન્ડ કો-કોર્ડિનેટર) દ્વારા એડવર્સ ડ્રગ રિએશન બાતે ચર્ચા કરવામાં આવી હતી ડો. પંકજ કપુપરા (એસોસીએટ પ્રોફેસર, સ્કુલ ઓફ ફાર્મસી) દ્વારા ફાર્માસ્યુટિકલ એકસ્પોર્ટ્સ સંબંધિત વિગતવાર ચર્ચા કરવામાં આવી.

આર. કે. યુનિવર્સિટીના એકિઝકયુટીવ વાઇસ-પ્રેસિડેન્ટ અને કોર્સના ચીફ ડેનિશ પટેલ, અર.કે. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પ્રોફેસર ડો. ટી. આર. દેસાઇ અને રજિસ્ટ્રાર શિવલાલભાઇ રામાણીએ કોર્સ માટે ઉત્તમ પ્રતિસાદ પ્રાપ્ત કરવા માટે સ્કુલ ઓફ ફાર્મસીની ટીમને અભિનંદન આપ્યા હતાં. (૭.૩૦)

(4:05 pm IST)