News of Saturday, 3rd February 2018
ઇન્ડોર સ્ટેડીયમમાં દેશભકિત
મહાનગરપાલિકા નિર્મિત સરગમ કલબ સંચાલિત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમમાં પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભકિત અદા કરાઇ હતી. અહીં વિવિધ વિભાગોના ખેલાડીઓ ધ્વજ વંદનામાં જોડાયા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, રાકેશભાઇ પોપટ, ઇન્ડોર સ્ટેડીયમના ઇન્ચાર્જ જયેશભાઇ વસા, કમિટિ મેમ્બર્સ જયદીપસિંહ જાડેજા, મહાપાલીકાના ઓએસડી નિરવભાઇ વ્યાસ, ડે. એન્જી. શ્રી ભટ્ટ, શહેરથી રાષ્ટ્ર કક્ષા સુધી રમી ચુકેલા ખેલાડીઓએ રાષ્ટ્રગીત સમયે ઉપસ્થિત રહી સલામી આપી હતી. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓથી આખુ પરિસર ગજાવી દેવાયુ હતુ. સમગ્ર સંચાલન પ્રફુલભાઇ સંઘાણીએ કર્યુ હતુ.
(4:09 pm IST)