રાજકોટ
News of Saturday, 3rd February 2018

એપ્રિલથી ૩ મહિના માટે હાપા-સાંત્રાગાછી વચ્ચે ખાસ એસી સુપરફાસ્ટ ટ્રેન દોડશે

૬ ઠ્ઠી ફેબ્રુઆરીથી રિઝર્વેશનનો પ્રારંભઃ રાજકોટ સ્ટેશન ઉપર દર સોમવારે બપોરે ૧ર.ર૦ આવી ૧ર.૩૦ વાગ્યે ઉપડશે

રાજકોટ, તા., ૩: રેલ તંત્ર દ્વારા ઉનાળુ વેકેશન દરમીયાન મુસાફરોની સુવિધાઓ માટે હાપાથી સાંત્રાગાછીની વચ્ચે તા.૬ એપ્રિલથી ર જુલાઇથી વિશેષ ટ્રેન નં. ૦ર૮૩૪/૦૨૮૩૩ સાંત્રાગાછી-હાપા સ્પેશ્યલ ચલાવવામાં આવશે.

તદઉપરાંત ટ્રેન સંખ્યા ૦ર૮૩૪ સાંત્રાગાછી-હાપા સ્પેશ્યલ તા. ૬ એપ્રિલથી ર૯ જુન ર૦૧૮ સુધી (૧૩ ટ્રીપ) પ્રતિ શુક્રવાર રાત્રે ર૧.૦પ કલાકે સાંત્રાગાછીથી ઉપડીને પ્રતિ રવિવાર ૧પ.પ૦ કલાકે હાપા પહોંચશે. પરતમાં ટ્રેન સંખ્યા ૦ર૮૩૩ હાપા-સાંત્રાગાછી સ્પેશ્યલ તા.૯ એપ્રિલથી ર જુલાઇ ર૦૧૮ સુધી (૧૩ ટ્રીપ) પ્રતિ સોમવાર સવારે ૧૦.૪૦ કલાકે હાપાથી ઉપડીને પ્રતિ બુધવાર પ.૪પ કલાકે સાંત્રાગાછી પહોંચશે.

આ દરમિયાન માર્ગમાં બંન્ને દિશાઓમાં આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વડનેરા, વર્ધા, નાગપુર, ગોદીયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, જારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર તેમજ ખડકપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

આ વિશેષ ટ્રેનમાં થર્ડ એસીના ૧૪ કોચ રહેશે તથા આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. આ ૦ર૮૩૩ વિશેષ ટ્રેનનું આરક્ષણ બધા જ કોમ્પ્યુટરકૃત મુસાફર આરક્ષણ કેન્દ્રો તથા આઇઆરસીટીસીની વેબસાઇટથી તા.૬ ફેબ્રુઆરીથી  ૧ર૦ દિવસની અગ્રીમ આરક્ષણ સમયગાળા સાથે આરંભ થશે.(૪.૨૦)

(3:54 pm IST)