રાજકોટ
News of Saturday, 3rd February 2018

તત્કાલીન એમડી દ્વારા કરાયેલા વીજ ઇજનેરોની બદલીઓ સામે જીબીઆમાં પ્રચંડ વિરોધ વંટોળ

નવા એમડી ગાંધી સમક્ષ ઉગ્ર રજૂઆતોઃ યોગ્ય કરવાની અપાતી ખાત્રી સીટી-૧ના પનારાને નિવૃત્તિને એક વર્ષ બાકી છે ને મોરબી ફેંકી દેવાયાઃ પાલાને કોર્પોરેટમાંથી જવુ નહોતુને સીટી-૧માં કેમ મૂકયા?!

રાજકોટ તા. ૩ : તાજેતરમાં વીજ ઇજનેરોની બઢતી - બદલીનો દોર થયો હતો, તત્કાલીન અને તાજેતરમાં નિવૃત્ત થયેલા એમડી શ્રી સુથાર દ્વારા ઓર્ડરો કરાયા પરંતુ આ ઓર્ડરો સામે વીજ ઇજનેરોના યુનિયન જીબીઆ સામે પ્રચંડ વિરોધ વંટોળ ઉભો થયાનું બહાર આવ્યું છે.

આ સંદર્ભે જીબીઆના શ્રી બી.એમ.શાહ, શ્રી લાલકિયા વિગેરે આગેવાનોનું પ્રતિનિધી મંડળ નવા ઇન્ચાર્જ એમડી શ્રી જશ્મીન ગાંધી સમક્ષ દોડી ગયું હતું અને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આ બદલીઓ ફેરવવા માંગણી કરી હતી, શ્રી ગાંધીએ રિવ્યુ કરી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

જીબીઆએ સવાલ ઉઠાવ્યો હતો કે, સીટી-૧ના એકઝી. ઇજનેર શ્રી પનારાને નિવૃત્તિને એક વર્ષ બાકી છે અને તેમને મોરબી કેમ ફેંકી દેવાયા, તો કોર્પોરેટ ઓફિસના શ્રી પાલાને જવું ન હતું તો પણ સીટી-૧માં મુકાયા છે, આવી જ રીતે રાજકોટ રૂરલના શ્રી કારીયાને પણ કોર્પોરેટ ઓફિસમાં ખોટી રીતે ફેરવી નખાયા છે, આ તો અધિકારીઓનું મોરલ તોડવાની વાત છે, તાકિદે ન્યાય આપવા - બદલીઓ અટકાવવા એમડી સમક્ષ માંગણી કરાઇ હતી.(૨૧.૨૫)

(3:52 pm IST)