રાજકોટ
News of Friday, 2nd December 2022

હાશ...હવે નિરાંત થઈઃ ચા ની ચુસ્‍કીની મજા માણતા ભાનુબેન

રાજકોટઃ પ્રથમ તબકકામાં ચૂંટણી પૂરી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી પ્રચાર- પ્રસાર કાર્યમાં વ્‍યસ્‍ત ઉમેદવારોને હવે આરામનો સમય મળ્‍યો છે. પ્રચાર કામગીરીમાં પોતાના પરિવારજનો માટે પણ સમય ફાળવી શકતા ન હતા. દરમિયાન રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ લાંબા સમય બાદ પોતાના ઘરે ગાર્ડનીંગ કર્યુ હતું અને તેમના પતિ મનહરભાઈ બાબરીયા સાથે ચા ની મજા માણી હતી. તેઓએ જનતાનો આભાર પણ માનેલ હતો.

(3:59 pm IST)