રાજકોટ
News of Saturday, 2nd July 2022

કિટીપરામાં કાકાના દિકરાને છોડાવવા જતાં જાગીદ ઉર્ફ બાડા પર ત્રણ શખ્‍સોનો હુમલો

રૂા. ૫૦૦ની ઉઘરાણી મામલે ચાલી રહેલી માથાકુટમાં વચ્‍ચે પડયો હતો

રાજકોટ તા. ૨: જંકશનના ગાયકવાડી કિટીપરામાં રહેતાં દેવીપૂજક યુવાન પર રાત્રીના ઘર નજીક ચોકમાં ત્રણ શખ્‍સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગાળો દઇ છરીથી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. યુવાનના કાકાના દિકરાને પૈસાની ઉઘરાણી મામલે ચડભડ થઇ રહી હોઇ પોતે સમજાવવા જતાં ત્રણ શખ્‍સોએ હુમલો કર્યો હતો.
બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં પ્ર.નગર પોલીસ મથકના કે.વી. માલવીયા અને રામજીભાઇ પટેલે હોસ્‍પિટલે પહોંચી જાગીદ ઉર્ફ બાડો ગોરધનભાઇ રાઠોડ (ઉ.૩૫-રહે. કિટીપરા આવાસ ક્‍વાર્ટર એચ વીંગ-૩૦૩)ની ફરિયાદ પરથી કિટીપરાના અજય ઉર્ફ અજલો, પ્રતાપ ઉર્ફ બાડો અને ઉડીયો સામે ગુનો નોંધ્‍યો છે. જાગીદ ઉર્ફ બાડાએ પોલીસને જણાવ્‍યું હતું કે તે છુટક મજૂરી કરે છે. રાતે સાડા નવકે વાગ્‍યે તે સિંધી કોલોનીમાંથી બકાલુ ભરવાના ઝબલા લઇ ઘરે આવતો હતો ત્‍યારે ત્‍યારે એ-વિંગ પાસે તેના કાકાના દિકરા વિક્કી અને હક્કીને પડોશી અજય, પ્રતાપ અને ઉંડીયા સાથે બોલાચાલી થતી હોઇ પોતે ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં ત્રણેયએ ઝઘડો કરી ગાળો દઇ મારકુટ કરી હતી અને છરીથી હુમલો કરતાં ડાબા હાથમાં ઇજા થઇ હતી. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં.
જાગીદના કહેવા મુજબ તેના કાકાના દિકરા વિકક્‍ીએ ઉંડીયાને દોઢ મહિના પહેલા રૂા. ૧૦૦૦ ઉછીના આપ્‍યા હતાં. જેમાંથી ૫૦૦ આપી દીધા હતાં અને બાકીના ૫૦૦ આપતો ન હોઇ ઉઘરાણી કરતાં માથાકુ થઇ હતી.

 

(4:54 pm IST)