રાજકોટ
News of Saturday, 2nd July 2022

‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતાઓએ આપેલ વરસાદના સમાચાર

રાજકોટ,તા. ૨ : ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતાઓએ આજે બપોરે આપેલા સમાચાર નીચે મુજબ છે.
* સાબરકાંઠામાં સયરાચર વરસાદ ચાલુ છે. (અપૂર્વભાઇ ગણાત્રા)
* સુરતમાં વરસાદ વરસે છે. (સુરેશ ગોલાકીયા)
* કચ્‍છમાં વરસાદ પડી રહ્યો છે. (અલીભાઇ નોડે)
* જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ ચાલે છે. (જમનભાઇ પટેલ)
* અમદાવાદમાં વરસાદી ઝાપટા (ભાવનાબેન ભટ્ટ)
* જામજોધપુરમાં વરસાદ છે. (અશોકભાઇ રાઠોડ)
* બામણાસા ઘેડમાં હળવો વરસાદ ચાલુ છે. (આહીર મશરી કરાંગીયા)
* કેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં દોઢ ઇંચ વરસાદ (ભરતભાઇ ગોંડલીયા)
* ઉપલેટાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝરમર વરસાદ છે. (મુનેરાભાઇ ભેંસદડીયા)
* ગોંડલમાં ઝરમર ઝાપટા શરૂ છે. (રાજેશભાઇ પોપટ)
* રાજકોટ જીલ્લાના સરધારમાં વરસાદ પડે છે. (વિક્રમભાઇ ગયારા)
* ખેંગારપરમાં વરસાદ ચાલુ છે. (રાણાભાઇ આહીર)
* પડધરી નજીક આવેલ દહીસરડામાં જોરદાર ઝાપટુ (વશરામભાઇ પટેલ)
* દ્વારકામાં વરસાદ પડે છે. (હરિસિંહ માણેક)
* માધુપુર (ગીર)માં સવારથી વરસાદ વરસી રહ્યો છે. (ચિરાગ ડોબરીયા)
* મોરબીમાં વરસાદ છે. (વોડોલીયા પ્રિન્‍સ)
* મોટી પાનેલીમાં વરસાદ ચાલુ થયો છે. (ચંદ્રેશભાઇ પટેલ)
* માથકમાં સારો વરસાદ ચાલુ છે (વિનોદભાઇ કાંકરેચા)

 

(4:54 pm IST)