રાજકોટ
News of Saturday, 2nd July 2022

ડો. યેશા સંઘવીના જન્‍મ દિવસ નિમિતે કાલે રકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે

રાજકોટ સિવિલ હોસ્‍પીટલના દર્દીઓને વિનામુલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભ આશયથી ડો. યેશા(બીડીએસ) પરાગભાઇ સંઘવીના ૨૯ માં જન્‍મદિવસ નિમિતે, શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગૃપના સહયોગથી તા. ૩ રવિવાર, સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્‍યા સુધી, ૪૦૨,રાધાકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ, વોકહાર્ટ હોસ્‍પીટલની સામે. કાલાવાડ રોડ, ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં પંકજભાઇ સંઘવી, દિવ્‍યેશભાઇ સંઘવી, પરેશભાઇ સંઘવી, પરાગભાઇ સંઘવી, પેરેમાઉન્‍ટ પ્‍લાસ્‍ટીક ગ્રૃપ, શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગૃપ, વિનય જસાણી (૯૪૨૮૨૦૦૬૬૦), સિવિલ હોસ્‍પીટલની ટીમ સેવા આપશે.

(3:51 pm IST)