રાજકોટ
News of Saturday, 2nd July 2022

લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપવા સાથે તાકીદે પેમેન્‍ટ વસુલાયું

ગુજરાત ઊર્જા વિકાસ નિગમના ચીફ વિજિલન્‍સ ઓફિસર બી.સી.ઠકકર દ્વારા અનુપમ સિંહ ગેહલોત અને હિતેન્‍દ્ર ચોધરીના માર્ગદર્શનમાં રેકોર્ડ બ્રેક કામગીરી

રાજકોટ,તા.૨: ગુજરાત ઊર્જા વિકાસ નિગમના ચીફ વિજિલન્‍સ ઓફિસર અને ટીમ દ્વારા વીજ ચોરીના આરોપસર થયેલી કાર્યવાહી દરમ્‍યાન લાખો રૂપિયાની વીજ ચોરી પકડવા સાથે સંબંધક પાર્ટી પાસે વસુલાત પણ કરી લઈ ઈતિહાસ સર્જયો હોવાનું ચીફ વિજલન્‍સ ઓફિસર બી.સી.ઠકકર દ્વારા અકિલાને જણાવ્‍યું છે.
શ્રી અનુપમસિંહ ગહેલોત, આઈ.પી.એસ. ડાયરેકટર (સલામતી) અને મુખ્‍ય તકેદારી અધિકારી, ગુજરાત ઉર્જા  વિકાસ નિગમ લીમિટેડ, વડોદરાના માર્ગદર્શન તેમજ શ્રી બી.સી.ઠકકર, નાયબ પોલીસ અધિક્ષક અને મુખ્‍ય તકેદારી અધિકારીઓના આયોજન મુજબ જી.યુ.વી.એન.એલ.પો.સ્‍ટે. રાજકોટનો પોલીસ સ્‍ટાફ તથા સ્‍થાનીક વિજીલન્‍સ અધિકારી તથા ટીમ મારફતે વિજ ચોરી પકડવા તથા ડામવા માટે તા.૨૯-૩૦/૬/૨૦૨૨ના રોજ બાતમી આધારે પી.જી.વી.સી.એલ. મોરબી સર્કલ વિસ્‍તારમાં વિજ ચેકિંગ દરમ્‍યાન (૧) તસ્‍કીન એન્‍ટરપ્રાઈઝ કે/ઓ. મકબુલ અલવડી કડીવાર, રાજા વડલા તા. વાંકાનેર જી.મોરબીમાં ૫૪ લાખ ૨૮ હજારની વીજ ચોરી, (૨) રાજા કેટલ ફીડ કે/ઓ અલવડી હશન કડીવાર, રાજા વડલા તા.વાંકાનેર જી.મોરબીમાં ૫૨ લાખ ૬૨ હજારની વીજ ચોરી સહિત કુલ-૨ સ્‍થળોએ ગેરરિતી માલુમ પડતા અંદાજીત રૂપિયા ૧ કરોડ ૬ લાખ ૯૧ હજારની વિજ ચોરી પકડી પાડેલ હોય પી.જી.વી.સી.એલના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે એન જેની કડક હાથે તપાસ હાથ ધરવામાં આવશે. જેના કારણે મોરબી જિલ્લાના વિજયચોરોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે. તેમજ આવતા દિવસોમાં પી.જી.વી.સી.એલ.નાં શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારોનાં વિવિધ વિજ જોડાણોની  ચેકિંગ કામગીરી ચાલુ રહેનાર છે.

 

(3:22 pm IST)