રાજકોટ
News of Saturday, 2nd July 2022

ભાજપ ૮ મહાનગરોમાં વોર્ડવાઇઝ મીડિયા સંયોજકો મુકશે, રાજકોટમાં ૩૬ની નિમણૂક

રાજકોટ શહેરમાં પ પ્રવકતા નિયુકત થશેઃ યજ્ઞેશ દવે : રાજકોટના મીડીયા ઇન્‍ચાર્જ તરીકે નીતીન ભુતઃ સંજય લોટીયા અને તેજસ ગોરસીયા સહઇન્‍ચાર્જ

ભાજપ મીડીયા સેલના સંયોજક યજ્ઞેશ દવેએ પત્રકારો સાથે વાતચીત કરેલી તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સૌરાષ્‍ટ્ર વિભાગીય પ્રવકતા રાજુ ધ્રુવ, મીડીયા સેલના અગ્રણીઓ સુરેશ પરમાર, હિરેન જોશી, મુકેશ બુંદેલા વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨૦)
રાજકોટ, તા., ૨: પ્રદેશ ભાજપ દ્વારા ૮ મહાનગરોમાં વોર્ડવાઇઝ મીડીયા સેલના સંયોજક અને સહસંયોજક મુકવાનું નક્કી થયું છે. તે માટેની પ્રક્રિયા આગળ વધી રહયાનો પ્રદેશ ભાજપ મીડીયા સેલના સંયોજક યજ્ઞેશ દવેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું. તેમણે નુપુર શર્માના નિવેદન અને તેના પ્રત્‍યાઘાતો બાબતે કંઇ કહેવાની અનઇચ્‍છા વ્‍યકત કરી હતી.
યજ્ઞેશ દવેએ જણાવેલ કે રાજકોટમાં સ્‍થાનિક કક્ષાએ મીડીયાને લગતી કામગીરી માટે ટુંક સમયમાં ૫ પ્રવકતાઓ મુકવામાં આવશે. મહાનગરના મીડીયા ઇન્‍ચાર્જ તરીકે નીતિન ભુત, સહઇન્‍ચાર્જ તરીકે સંજય લોટીયા અને તેજશ ગોરસીયાને જવાબદારી સોંપાયેલ છે. રાજકોટના વોર્ડવાઇઝ મીડીયા સંયોજક અને સહસંયોજકની નક્કી થયેલ નામાવલી નીચે મુજબ છે. પહેલુ નામ સંયોજકનું અને બીજુ નામ સહસંયોજકનું છે.
વોર્ડ નં. ૧
ભાવીન ચોટલીયા
પંકજ રામાવત
વોર્ડ નં. ર
કૃણાલ દવે
કમલ ભટ્ટ
વોર્ડ નં. ૩
અભિષેક ગૌરી
શૈલેષ ફાંગલીયા
વોર્ડ નં. ૪
ભાવેશ પરસાણા
રવી રાજગોર
વોર્ડ નં. પ
અંકિત રૈયાણી
જય સોનાગરા
વોર્ડ નં. ૬
અલ્‍પેશ ખોખર
સની સોનેજી
વોર્ડ નં. ૭
ઉમેશ ધામેચા
મયંક પાંઉ
વોર્ડ નં. ૮
રોહીત જસાણી
પાર્થ જાવીયા
વોર્ડ નં. ૯
દેવ ગજેરા
હાર્દિક વાંસજાળીયા
વોર્ડ નં. ૧૦
જયસુખ બારોટ
વિનુભાઇ વ્‍યાસ
વોર્ડ નં. ૧૧
મનીષ ચાવડા
રાજુ ખુમાણ
વોર્ડ નં. ૧૨
મૌલીક દેલવાડીયા
ભાવેશ વઘાસીયા
વોર્ડ નં. ૧૩
ઉદય ભટ્ટ
કુલદીપ અંબાસણા
વોર્ડ નં. ૧૪
પ્રતીક માંડલીયા
જીતેન હિંડોચા
વોર્ડ નં. ૧૫
વિનોદ કુમારખાણીયા
તુષાર પરમાર
વોર્ડ નં. ૧૬
નિશાંત પટેલ
રાજુ દુદકીયા
વોર્ડ નં. ૧૭
હિતેન્‍દ્ર વડેરા
અમીત કમાણી
વોર્ડ નં. ૧૮
જયેશ લાઠીયા
મનોજ પાલીયા

 

(3:16 pm IST)