રાજકોટ
News of Monday, 2nd May 2022

કાલે વણજોયુ મુહૂર્ત અખાત્રીજ : પરશુરામ ભગવાન જન્‍મોત્‍સવ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સમુહલગ્નો, પારિવારિક લગ્ન, ઉદ્‌ઘાટન, સગાઇ સહિતના કાર્યક્રમો : બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમ

રાજકોટ,તા. ૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે વણજોયા મુહૂર્ત અખાત્રીજના દિવસે અનેક શુભકાર્યો કરવામાં આવશે. બ્રહ્મસમાજ સમાજ દ્વારા પરશુરામ ભગવાનનાં જન્‍મોત્‍સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ સનાતન ધર્મના અવતરણ સમયથી રાષ્ટ્ર અને સમાજને શાષાો અને શષા વડે શિક્ષા આપનાર બ્રાહ્મણોના આરાધ્‍ય દેવ અને ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્‍મજયંતી આગામી તા.૩/૫/૨૦૨૨ને અખાત્રીજ, મંગળવારના રોજ આવી રહી છે ત્‍યારે ભાવેણાના ભૂદેવો અભૂતપૂર્વ ઉત્‍સાહ સાથે પોતાના આરાધ્‍યદેવને બ્રહ્મ-વારસાના વૈદિક સંસ્‍કારો સાથે ભક્‍તિભાવ પૂર્વક ધામધૂમ સાથે ‘પરશુરામજી જન્‍મ મહોત્‍સવ'ને ઉજવવા તડમાર તૈયારીઓમાં વ્‍યસ્‍ત બન્‍યા છે ભરતનગર ખાતે અતિ પૌરાણિક એવા ભવાની માતા મંદિર ખાતે ભરતનગર બ્રહ્મ સમાજના યજમાન પદે સમગ્ર ભાવેણાના ભૂદેવો ભારે ઉત્‍સાહ સાથે પરશુરામ જન્‍મ જયંતિ મહોત્‍સવ ઉજવવા થનગની રહ્યા છે ભા.જ.પા.ના રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ અને સંસદ ભારતીબેન શિયાળ ભાવનગર પૂર્વના ધારાસભ્‍યશ્રી વિભાવરીબેન દવે, તળાજાના ધારાસભ્‍યશ્રી કનુભાઈ બારૈયા, શહેર અધ્‍યક્ષશ્રી રાજીવભાઈ પંડ્‍યા, મેયરશ્રી કીર્તિબેન દાણીધારીયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્‍થિતિમાં સમગ્ર ભાવેણાના ભુદેવોનું સ્‍વાગત ભરતનગર પાઠશાળાના વરિષ્ઠ આચાર્ય રસિકદાદાના શિષ્‍યો એવા નાના નાના બ્રહ્મ સંસ્‍કાર પામેલા બટુક ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે સૌ ભુદેવોનું સ્‍વાગત થશે સાંજે ૬/૩૦ કલાકે ભગવાન પરશુરામજી અને તેમના પ્રિય શષા ‘ફરશી'નું પૂજન ઉપસ્‍થિત ભૂદેવો દ્વારા કરવામાં આવશે, સાંજે ૭/૦૦ કલાકેᅠ ᅠભગવાન પરશુરામજીની ‘મહા આરતી' ઉપસ્‍થિત મહેમાનો અને ભાવેણાના સૌ ભૂદેવો દ્વારા સામુહિક રીતે એક સાથે કરવામાં આવશે ત્‍યારે બાદ મહા પ્રસાદ અને સાંજે ૭/૩૦ કલાકે ભુદેવોના અતિપ્રિય એવા મહાદેવજીનો શિવ-દરબાર યોજાશે જેમાં ભગવાન શિવ અને માં ભવાનીના ભજનોની રમઝટ સુપ્રસિદ્ધ ગાયક અનિલભાઈ વંકાંણી, ધીરુભાઈ યાદવ, નરેન્‍દ્રસિંહ ઝાલા, રમેશભાઈ ભટ્ટી દ્વારા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દિપી ઉઠે એ રીતે ભવ્‍યાતિભવ્‍ય આયોજન ભરતનગર બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્‍યું છે. બ્રહ્મસમાજ મજબૂત બને, સંગઠિત બને, શ્રેષ્ઠ બને, એક બને નેક બને અને વૈદિક સંસ્‍કારો, સંસ્‍ક્રુતિના ઐતિહાસિક વારસા વડે માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરી રાષ્ટ્રનિર્માણ માં સહભાગી બને એ માટે ભરતનગર બ્રહ્મસમાજ કાર્ય કરી રહ્યો છે ત્‍યારે સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા ૧૫ દિવસથી અનેક સોસાયટીઓમાં ભુદેવોની ગ્રુપ મિટિંગો અને બેઠકો યીજવામાં આવી હતી, વિવિધ સોસાયટીઓ અને વિસ્‍તારોમાં પત્રિકા વિતરણ દ્વારા બ્રહ્મ જાગૃતિ અભિયાન ચલાવી ભુદેવોને ઘરે ઘરે નિમંત્રણ આપવામાં આવ્‍યા છે વિવિધ બેનરો દ્વારા સમગ્ર ભરતનગરમાં કેસરિયો માહોલ ઉભો કરાયો છે સમગ્ર કાર્યક્રમ માટે ભુદેવોમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે ત્‍યારે ભરતનગર બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ વષા એવા ધોતી અને કુર્તા સાથે તિલક ના બ્રહ્મસંસ્‍કારો સાથે સમગ્ર ભાવેણા ભુદેવોને કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે કાર્યક્રમને સફળ બનાવવા ભરતનગર બ્રહ્મસમાજ અને ભવાની મંદિરના સેવક સમુદાય જહેમત ઉઠાવી રહ્યો છે.

 ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ભાણવડ તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે તા. ૩ના પરશુરામ જયંતિના રોજ ભવ્‍ય શોભાયાત્રા અને સમૂહ ભોજનની સાથોસાથ શહેરમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું સ્‍થાપના કરવાનો કાર્યક્રમ પણ યોજાયો છે.

૩/૫/૨૨ને મંગળવારે સવારે નવ વાગ્‍યે ખામનાથ મહાદેવની શોભાયાત્રા શરૂ થશે. જે રેલ્‍વે સ્‍ટેશન રોડ, જી.ઇ.બી. કચેરી પાસે, મેઇન બજારમાં થઇને રણજીતપરા થઇને હાર્ઇસ્‍કૂલ ચોકે પૂર્ણ થશે. તથા આહિર સમાજ વેગડનાકા પાસે સમસ્‍ત બ્રહ્મસમાજનો સમૂહભોજન કાર્યક્રમ પણ રખાયો છે.

હાઇસ્‍કુલ ચોકમાં મૂર્તિ સ્‍થાપન

ભાણવડમાં હાઇસ્‍કૂલ ચોકમાં પરશુરામ ભગવાનની ભવ્‍ય મૂર્તિની સ્‍થાપનાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

(11:36 am IST)