રાજકોટ
News of Sunday, 2nd April 2023

રાજકોટમાં સગીરાનું અપહરણ કરી જાતીય સતામણી કરનારા બે સામે ગુનો

રાજકોટઃ રાજકોટમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને નવાગમમાં રહેતો રાહુલ પોપટભાઇ ઉતરીયાએ પ્રેમજાળમાં ફસાવી તેને બોલાવી ત્રણ દિવસ પહેલા તેણે તેનાભાઇ રામો પોપટભાઇ ઉતેરીયાને સગીરાને લેવા માટે મોકલ્‍યો હતો. રામા ઉતેરીયાએ સગીરાને સોરઠીયાવાડી સર્કલ પાસેથી લઇને નવાગામમાં પોતાના ઘરે લઇ ગયો હતો ત્‍યાં રાહુલ ઉતેરીયા એ સગીરાને લગ્‍ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરી અડપલા કર્યા હતા આ અંગે ભકિતનગર પોલીસ મથકમાં બંનેભાઇ સામે અપહરણ અને પોકસો હેઠળ ફરીયાદ થઇ છે.

(3:50 pm IST)