રાજકોટ
News of Saturday, 1st October 2022

કાલે રેસકોર્ષમાં હોકી સ્‍પર્ધાનો રોમાંચ : ૨૧ રાજ્‍યોની ટીમ રાજકોટમાં

સરદાર પટેલ સ્‍નાનાગારમાં દેશભરના તરવૈયા કૌવત દેખાડશે : વિવિધ રાજ્‍યોના ખેલાડીઓનું આગમન : દર્શકો માટે પણ વિશેષ સુવિધા

રાજકોટ તા. ૧ : ૨૯-સપ્‍ટેમ્‍બર થી તા. ૧૨ ઓક્‍ટોબર દરમ્‍યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્‍સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્‍વિમિંગની સ્‍પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્‍ટ્‍સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
હોકી સ્‍પર્ધા મેજર ધ્‍યાનચંદ હોકી ગ્રાઉન્‍ડ,ᅠરેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્‍ટોબર દરમ્‍યાન તેમજ સ્‍વિમિંગની વિવિધ કેટેગરીની સ્‍પર્ધાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍વિમિંગ પૂલ,ᅠકોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્‍ટોબર દરમ્‍યાન યોજાનાર છે.

 

(4:00 pm IST)