રાજકોટ
News of Saturday, 1st October 2022

ખોડીયારનગરની ગરબીમાં ઘોડાનું આકર્ષણ

આજી વસાહત ૧૦ ખોડીયારનગરમાં આવેલ બાપાસીતારામ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. જેમાં કચ્છી રાસ ''ઓખોતો દુનિયાથી નોખો કેવાય'' ''ઘોડલે ચડી રામાપીર પધાર્યા'' રણની દેવીમાં મોમાઇ ''ભગુડાની મોગલ'' હૈ કાના હુ તને ચાહુ  વગેરે પ્રાચીન રાસ રજુ કરવામાં આવે છે ેઆજુ-બાજુના વિસ્તારમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહુચરાજી મંદિરના પ્રમુખ એવા ભગત તથા ભાવેશ જાદવ, રવિ રાઠોડ, અશ્વીન મેેણીયા, નરેશ ટોળીયા ભરત ખટાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:58 pm IST)