રાજકોટ
News of Saturday, 1st October 2022

ગરબો ગવડાવું ખોડલ આઈનો રે લોલ...

રાજકોટ : આદ્યશકિતની આરાધનાનું મહા મંગલકારી મહાપર્વ આસો નવરાત્રી. સમી સાંજ થતાં જ સર્વત્ર માહોલ તેજોમય બની જાય છે. પ્રાચીન ગરબી મંડળ અને ઘરે ઘરે ભાવિકો દ્વારા આરતી, દુહા, છંદ ગાઈ અને માતાજીને વિનવે છે કે મામ્પાહી ઁ ભગવતી ભવદુઃખ કાપો... પ્રાચીન ગરબી મંડળોમાં નાની બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. જેને નિહાળવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દાતાઓ અને આયોજકો દ્વારા પ્રસાદી અને લ્હાણી વિતરણ કરીને ધન્યતા અનુભવે છે. શ્રી મોમાઈ ગરબી મંડળઃ શહેરના રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોક ખાતે છેલ્લા ૪૧ વર્ષથી શ્રી મોમાઈ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓનો અઠીંગો રાસ, સૂંડલા - દાંતરણા રાસ, મશાલ રાસ, દાંડીયા રાસ, તલવાર રાસ, ભુવા રાસ, મટકી રાસ સહિતના રાસ ભારે જમાવટ કરે છે. શ્રી મોમાઈ ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા ચંદ્રેશભાઈ ગજ્જર, વીણાબેન પટેલ, હિતેષભાઈ નિમાવત, અશોકભાઈ સોલંકી, મનીષભાઈ સંચાણીયા અને આયોજકો જીતુભાઈ કાટોડીયા, ગેલાભાઈ ચાવડા, રમેશભાઈ ગોહેલ, ગરબી મંડળના પ્રમુખ રઘુભાઈ ચાવડા, અજયભાઈ ચાવડા, કરણભાઈ ધોળકીયા, ગોપાલભાઈ જોગરાણા સહિતનાઓ જહેમત ઉઠાવે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:58 pm IST)